Get The App

બાંગ્લાદેશમાં ક્રિસમસ પર ખ્રિસ્તીઓને નિશાન બનાવાયા, 17 લોકોના મકાનોને આગ ચાંપી દેવાઈ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં ક્રિસમસ પર ખ્રિસ્તીઓને નિશાન બનાવાયા, 17 લોકોના મકાનોને આગ ચાંપી દેવાઈ 1 - image


Bangladesh Attack News | બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સમસ્યાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ વખતે હિન્દુઓને બદલે ખ્રિસ્તી સમુદાયના લોકો નિશાન બન્યા છે. અહીં બંદરબનમાં ક્રિસમસના એક દિવસ પહેલા ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યાનો દાવો કરાયો છે. 

ક્યારે બની આ ઘટના? 

આ ઘટના બંદરબન જિલ્લાના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટમાં સ્થિત સરાઈ યુનિયનમાં બની હતી. અહેવાલ મુજબ, આ હુમલો ત્યારે થયો જ્યારે અહીં રહેતા ત્રિપુરા સમુદાય (ખ્રિસ્તીઓ) ના લોકો નજીકના ગામમાં નાતાલની પ્રાર્થનામાં ભાગ લેવા માટે ગયા હતા, કારણ કે તેમના ગામમાં કોઈ ચર્ચ ન હતું.

17 મકાનોને આગ ચાંપી દીધી 

ઘટના સમયે અસરગ્રસ્ત ગામ નવા બેટાચરા પરા ખાતે કોઈ હાજર નહોતું અને તેનો લાભ લઈને બદમાશોએ ત્યાં પહોંચીને લામા ઉપજિલ્લાના સરાઈ યુનિયનના વોર્ડ નંબર 8માં આવેલા ઘરોને આગ ચાંપી દીધી હતી. અહીંના લોકો નાતાલની ઉજવણી કરવા નજીકના ટોંગ્યાજીરી ગામમાં પહોંચ્યા હતા. હુમલાખોરોએ તેમની ગેરહાજરીનો લાભ લીધો અને ઘરોમાં આગ લગાડી દીધી જેમાં ગામના 19 માંથી 17 ઘરોને રાખ થઈ ગયા.

ગામના લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં તો... 

25 ડિસેમ્બરના રોજ રાત્રે  12:30 વાગ્યે ક્રિસમસની પ્રાર્થનામાં ભાગ લેવા ગયેલા ગ્રામજનોએ તેમના ગામમાંથી જ્વાળાઓ ઉછળતી જોઈ તો તેઓ પાછા ભાગ્યા અને તેઓ તેમના ગામમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો 19 માંથી 17 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અહીંના ઘરો મુખ્યત્વે વાંસ અને સ્ટ્રોના બનેલા હોવાથી ઝડપથી આગ પકડીને બળીને ખાખ થઈ ગયા.

બાંગ્લાદેશમાં ક્રિસમસ પર ખ્રિસ્તીઓને નિશાન બનાવાયા, 17 લોકોના મકાનોને આગ ચાંપી દેવાઈ 2 - image




Google NewsGoogle News