Get The App

શ્રીલંકા જતા જહાજની ટક્કરથી અમેરિકાના ઐતિહાસિક પુલની જળસમાધિ, જાણો દુર્ઘટનાના ચાર કારણ...

બાલ્ટીમોર શહેરમાં માલવાહક જહાજ ટકરાયા બાદ આખેઆખો બ્રિજ ધરાશાયી થયો હતો

નદીમાં રેસ્ક્યુ કરી બે લોકોને બહાર કઢાયા, જહાજમાં તમામ ક્રૂ મેમ્બરો ભારતીય હતા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
શ્રીલંકા જતા જહાજની ટક્કરથી અમેરિકાના ઐતિહાસિક પુલની જળસમાધિ, જાણો દુર્ઘટનાના ચાર કારણ... 1 - image


Baltimore Bridge Collapsed : અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં માલવાહક જહાજ ટકરાયા બાદ એક બ્રિજ ધરાશાયી થયો છે, જેમાં હાલ નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવું કહેવાય છે કે, અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરી બે લોકોને બહાર કઢાયા છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. નદીમાં પાંચથી સાત લોકોની શોધખોળ ચાલી રહી છે. જહાજ પર સિંગાપુરનો ઝંડો હતો.

નદીમાં રેસ્ક્યુ કરી બે લોકોને બહાર કઢાયા

બાલ્ટીમોરા સિટી ફાયર વિભાગના જણાવ્યા મુજબ લગભગ 1.30 કલાકે એક જહાજ બાલ્ટીમોરામાં એક બ્રિઝ સાથે ટકરાયું હતું, જેના કારણે આખો બ્રિઝ ધરાશાઈ થયો હતો, જેના કારણએ ઘણા વાહનો પટાસ્પકો નદીમાં ગરકાવ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, બે લોકોનું રેસ્ક્યુ છે. સ્થાનિક મીડિયા અહેવાલોમાં જહાજના ટ્રેકિંગ ડેટાને ટાંકીને જણાવાયું છે કે, આ જહાજ પર સિંગાપુરનો ધ્વજ હતો અને તેનું નામ ડાલી હતું.

જહાજ શ્રીલંકા તરફ જઈ રહ્યું હતું

એવું કહેવાય છે કે, આ માલવાહક જહાજ 12.44 કલાકે બાલ્ટીમોર પોર્ટથી શ્રીલંકા તરફ જઈ રહ્યું હતું અને 1.30 કલાકે રસ્તો ભટકી જતા બ્રિઝ સાથે અથડાયું હતું. સ્થાનિક લોકોએ કહ્યું કે, જહાજ અથડાયા બાદ અમારા ઘરો પણ હલવા લાગ્યા હતા. બ્રિઝ પાસે રહેનારી એક મહિલાએ કહ્યું કે, ઘટના ખૂબ જ વિનાશકારી હતી.

જહાજમાં તમામ ક્રૂ મેમ્બરો ભારતીય હતા

મીડિયા અહેવાલો મુજબ આ જહાજ ગ્રેસ ઓશિયન દ્વારા રજિસ્ટર્ડ થયેલ છે અને તેનું સંચાલન સિનર્જી મરીન કરે છે. સિનર્જી મરીન કોર્પે કહ્યું કે, જહાજ ડાલી બ્રિઝના પિલ્લર સાથે ટકરાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજ પર તમામ ક્રૂ મેમ્બર ભારતીયો હતા. અધિકારીઓ દ્વારા ફુટેજની તપાસ કરવામાં આવી છે. નિષ્ણાતોએ ઘટના પાછળ ચાર કારણો કહ્યા છે, જેમાં મુખ્ય એન્જિન ફેલ થયું હોવાની, સ્ટીયરિંગ ફેલ થયું હોવાની, જનરેટર બ્લેકઆઉટ અને પાયલોટ ભૂલના કારણે આ ઘટના બની હશે.

ત્રણ કિલોમીટર લાંબો હતો બ્રિજ

આ બ્રિજ બાલ્ટીમોરમાં પટપ્સકો નદીની ઉપર હતો. લગભગ 3 કિલોમીટર લાંબા આ બ્રિજનું નિર્માણ 1972માં શરૂ થયું હતું અને 1977માં આ બ્રિજને અવરજવર માટે ખોલી દેવાયો હતો. આ બ્રિજ પરથી દર વર્ષે 1.1 કરોડ વાહન પસાર થતા હતા.


Google NewsGoogle News