રશિયા સાથે બેલાસ્ટિક મિસાઈલ્સનો સોદો કરશો તો વધુ પ્રતિબંધો લગાડાશે : ઈરાનને અમેરિકાની કડક ચેતવણી
- મોસ્કો પાસે શસ્ત્ર ભંડાર ખૂટી રહ્યો છે તે ઈરાન પાસેથી ટૂંકા અંતરના બેલાસ્ટિક મિસાઇલ્સ ખરીદવા માગે છે
વોશિંગ્ટન : અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાનને તેના રશિયા સાથેના ટૂંકા અંતરના બેલાસ્ટિક મિસાઇલ્સના સંભવિત સોદા અંગે કડક ચેતવણી આપતા કહ્યું હતું કે 'જો તમે રશિયાને ટૂંકા અંતરના બેલાસ્ટિક મિસાઇલ્સ વેચશો તો તમારી ઉપર કડક પગલાં લેવાશે જેથી વધુ કઠોર પ્રતિબંધો પણ લાદવામાં આવશે.'
હકીકત તેમ છે કે યુક્રેન યુદ્ધ બે સપ્તાહમાં જ પતી જશે તેમ માની રશિયાએ ૨૦૨૨ના ફેબુ્રઆરીની ૨૪મીએ હુમલો શરૂ કરી દીધો પરંતુ તે પછી બે વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં યુક્રેન મચક આપતું નથી. બીજી તરફ રશિયાનો શસ્ત્ર ભંડાર ખૂટી રહ્યો છે તેથી તે ઈરાનનાં ટૂંકા અંતરના બેલાસ્ટિક મિસાઇલ્સ ખરીદવા માગે છે. આ પૂર્વે રશિયાએ ઈરાન પાસેથી ડ્રોન વિમાનો ખરીધ્યા હતા તે સર્વનિશ્ચિત છે.
જોકે અમેરિકાએ હજી સુધી તે વાતની પુષ્ટિ કરી નથી કે ટૂંકા અંતરનાં બેલાસ્ટિક મિસાઇલ્સ રશિયાએ ઈરાન પાસેથી ખરીધ્યાં છે કે કેમ ? પરંતુ તેમ છતાં તે સંભવિત સોદા અંગે અમેરિકા અને તેના પશ્ચિમના સાથી દેશોએ ઈરાનને આ પ્રકારની ધમકી આપી છે.
જોકે અત્યારે જ અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાન ઉપર બહુવિધ આર્થિક પ્રતિબંધો તો લાદી દીધેલા જ છે. પરંતુ જો આ સોદો થશે તો હજી વધુ કઠોર પ્રતિબંધો મુકવા પશ્ચિમ જગત તૈયાર થયું છે. જો આમ થશે તો પશ્ચિમના દેશો અને ઈરાન વચ્ચે તંગદિલી વધવાની જ છે તે નિશ્ચિત છે.
કોઈ માને કે ન માને પરંતુ વિશ્વ આજે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમેરિકા અને પશ્ચિમના જૂથના સાથી દેશો છે. બીજી તરફ રશિયા, ઈરાન ઉ.કોરિયા.