ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલનો મારો ચલાવાયો, લશ્કરી ચોકીઓને નિશાન બનાવાઈ, હૌથી જૂથનો મોટો દાવો

હૌથી જૂથના સૈન્ય પ્રવક્તાએ એક નિવેદનમાં દક્ષિણ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાની જાણકારી આપી

ઇઝરાયેલ વિરુદ્ધ લશ્કરી અભિયાન ચાલુ રાખશે : હૌથી જૂથ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલનો મારો ચલાવાયો, લશ્કરી ચોકીઓને નિશાન બનાવાઈ, હૌથી જૂથનો મોટો દાવો 1 - image
Image : IANS

Ballistic missile attack on Israel : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે દક્ષિણ ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી વચ્ચે યમનના હૌથી જુથે ઈઝરાયેલના ઈલાત શહેરમાં લશ્કરી ચોકીઓ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડવાનો દાવો કર્યો છે.

ઇઝરાયેલ વિરુદ્ધ લશ્કરી અભિયાન ચાલુ રાખશે : હૌથી જૂથ

હૌથી જૂથના સૈન્ય પ્રવક્તાએ એક નિવેદનમાં દક્ષિણ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાની જાણકારી આપી હતી. આ પહેલા ગઈકાલે યુએસએ એક ડ્રોનને તોડી પાડ્યું હતું. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચે સાત ઓક્ટોબરથી શરુ થયેલા યુદ્ધ બાદ અમેરિકી નેવીએ દક્ષિણ લાલ સમુદ્રમાં છઠ્ઠી વખત ડ્રોન પર ફાયરિંગ કર્યું છે. હૌથી જૂથ લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવી રહ્યું છે અને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઇઝરાયેલ વિરુદ્ધ તેનું લશ્કરી અભિયાન ચાલુ રાખશે અને પેલેસ્ટિનિયનોના સમર્થનમાં ઇઝરાયેલના જહાજોને અરબી અને લાલ સમુદ્રમાં જતા અટકાવશે.

હૌથી જૂથ જહાજો પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે

ઈરાન સમર્થિત હૌથી જૂથ ગાઝામાં યુદ્ધનો સામનો કરી રહેલા પેલેસ્ટિનિયનો સાથે એકતા બતાવવા માટે લાલ સમુદ્રમાં ઈઝરાયેલ અને યહૂદી દેશ સાથે જોડાયેલા જહાજો પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે. ગઈકાલે યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એજન્સી અને બ્રિટીશ મેરીટાઇમ સિક્યોરિટી કંપની એમ્બ્રેએ યમન બંદરની પશ્ચિમમાં લાલ સમુદ્ર પર એક શંકાસ્પદ ડ્રોન સાથે સંકળાયેલી ઘટનાની જાણકારી આપી હતી.

ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલનો મારો ચલાવાયો, લશ્કરી ચોકીઓને નિશાન બનાવાઈ, હૌથી જૂથનો મોટો દાવો 2 - image


Google NewsGoogle News