લંડનમાં બદલાપુર જેવો કાંડ : જાતીય હુમલાથી બચવા માટે છોકરીઓ દરિયામાં કૂદી
- પોલીસે પકડેલો આરોપી પુરાવાના અભાવે જામીન પર છૂટી ગયો : અન્યોની શોધખોળ જારી
લંડન : લંડનમાં મહારાષ્ટ્ર જેવા બદલાપુર જેવો બનાવ બન્યો છે. જાણીતા લીલો બીચ પર ધોળા દિવસે બે સગીરો પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરતાં ચકચાર મચી ગઈ છે. આખા પુરુષોના એક જૂથે બંને સગીરો પર જાતીય હુમલો કર્યો હતો.
બંને સગીરોઅ દરિયામાં કૂદી જઈ રેપનો ભોગ બનતા બચી હતી. આ બધુ કંઇ અંધારામાં બન્યું ન હતુ, ધોળા દિવસે લોકોની હાજરીમાં બન્યું હતું. કોઈ યુવતીને બચાવવા આવ્યું ન હતું.
આ અંગે યુકેની પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓએ ઘટના સમયે હાજર લોકોને અપીલ કરી છે કે તેઓ આરોપીઓને ઓળખી બતાવે અને સાક્ષી થવા આગળ આવે જેથી તેમને સજા મળી શકે. પકડાયેલો આરોપી પુરાવાના અભાવમાં જામીન પર છૂટી ગયો છે.
ડોરસેટ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ બનાવ બોર્નમાઉથ સમુદ્રના બીચ પર૧૨ ઓગસ્ટના રોજ બની હતી. ૧૬-૧૬ વર્ષની બે કિશોરીઓ સમુદ્રની સપાટી પર તરતા બિસ્તર લિલો પર આરામ કરી રહી હતી. તે સમયે પુરુષોનો એક સમૂહ તેમની પાસે આવ્યો અને તેમના પર જાતીય હુમલો કર્યો હતો. અચાનક બનેલી ઘટનાથી બંને કિશોરીઓ ડરી ગઈ અને તેમણે હેવાનોથી બચવા દરિયામાં છલાંગ લગાવી દીધી હતી.
ઘટના સમયે ઘણી ભીડ હતી, પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. બંને કિશોરીઓ આરોપીઓથી બચીને પોલીસ સ્ટેશને પહોંચી અને મદદ માંગી. જાતીય હુમલાના આરોપમાં ૨૨ વર્ષના એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પુરાવાના અભાવે તેને સરળતાથી જામીન મળી ગયા.