બાબા વેંગાની યુદ્ધ બાદ ભૂકંપની પણ આગાહી સાચી પડી, સેંકડો લોકોના જીવ ગયા, જાણો આગળ શું થશે
Baba Vanga Shocking Prediction 2025: નાસ્ત્રેદમસ અને બાબા વેંગા એવા નામ છે જેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ મોટાભાગે સાચી પડી છે. તેમણે દેશ અને દુનિયાના લોકો, નેતાઓ, કુદરતી આપત્તીઓ, યુદ્ધ અને બીજી ઘણી બાબતે ભવિષ્યવાણીઓ કરી હતી જે અનેક વર્ષો બાદ પણ સાચી પડી રહી છે. તાજેતરમાં થાઈલેન્ડ, બેંગકોક અને બીજી જગ્યાએ આવેલા ભૂકંપે ફરી એક વખત આ ભવિષ્યવાણીઓની વિશ્વવ્યાપી ચર્ચાને વેગ આપ્યો છે.
2025માં ભૂકંપ, સુનામી જેવી વિનાશક કુદરતી આપત્તીઓની કરી હતી ભવિષ્યવાણી
બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલાં જણાવ્યું હતું કે, 2025માં ભૂકંપ, સુનામી જેવી વિનાશક કુદરતી આપત્તીઓ આવશે. તેના કહેવા પ્રમાણે 28 માર્ચથી 31 માર્ચ સુધીમાં મ્યાનમાર, થાઈલેન્ડ અને બેંગકોકમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેના કારણે અનેક લોકો માર્યા ગયા અને કરોડોની સંપત્તીનું નુકસાન થયું છે. આ ઉપરાંત બેંગકોકમાં ચાર દિવસમાં ચાર ભૂકંપ આવ્યા હતા. હવે અહીંયા સુનામીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
5079માં માનવજાતનો આવશે અંત
આ સિવાય તેમણે 2025માં ભીષણ ગરમી પડવાની પણ વાત કરી હતી. આ ગરમીની અસર અત્યારથી દુનિયાભરમાં વર્તાઈ રહી છે અને અનુભવાઈ રહી છે. બાબા વેંગાના જણાવ્યા પ્રમાણે 5079માં માનવજાતનો અંત આવી જશે. તેના દ્વારા આ ઉપરાંત પણ કેટલીક ભયાનક આગાહી કરવામાં આવી હતી જે આ વર્ષે જોખમ ઊભા કરી શકે તેમ છે. તેના ઉપર એક નજર કરીએ.
યુરોપની હાલત અત્યંત ખરાબ થશે
ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ અને યુરોપમાં તબાહી બાબા વેંગાએ કહ્યું હતું કે, યુરોપમાં એક મહાયુદ્ધની શરૂઆત થશે જે ત્રીજા વિશ્વયુદ્ધ સુધી ખેંચી જશે. તેમાં યુરોપને ભયાનક નુકસાન થશે. લાખો લોકોનાં મોત થશે, લાખો લોકોનું સ્થળાંતર થશે અને કરોડો રૂપિયાનું નુકસાન થશે. યુરોપની હાલત અત્યંત ખરાબ થશે.
યુરોપ રાજકીય અને આર્થિક સંઘર્ષોનો સામનો કરશે
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો હવે બદલાયેલો તબક્કો કદાચ આ દિશામાં જ લઈ જઈ રહ્યો હોવાનું જાણકારો માની રહ્યા છે. તેમના મતે રાજકીય અને આર્થિક સંઘર્ષોને કારણે યુરોપને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. ઘણા લોકો માટે આ વિકટ પરિસ્થિતિ જીવનું જોખમ પણ ઊભું કરી શકે છે.
આ પણ વાંચો: રફાહ શહેર ખાલી કરો...: ઈદ પર પેલેસ્ટાઇનને ઈઝરાયલની ચેતવણી, તાબડતોબ હુમલા શરૂ
તબીબી ક્ષેત્રે ક્રાંતિ આવશે, કૃત્રિમ અંગેનું સર્જન થશે
લોકોના આયુષ્યમાં વધારો થવાની આગાહી પણ બાબા વેંગા દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, 2025નું વર્ષ મેડિકલ સેક્ટરમાં ક્રાંતિકારી વર્ષ સાબિત થાય તેમ છે. આ દરમિયાન ઘણા નવા, મોટા અને દુનિયાને બદલી નાખનારા સંશોધનો થશે. તે ઉપરાંત કેન્સર જેવા જીવલેણે રોગનો કાયમી ઉપચાર પણ શોધાઈ જશે. સૌથી મોટી બાબત તો એ હતી કે, બાબા વેંગાએ કહ્યું હતું કે, 2025માં સંશોધકો દ્વારા માણસના શરીરમાંથી જ માણસના કૃત્રિમ અંગે વિકસાવવામાં આવશે. તેના દ્વારા વિકલાંગોને સૌથી મોટો લાભ થશે.
સંશોધકો એલિયન્સ સાથે સંપર્ક સાધી શકશે
બાબા વેંગાની સૌથી ચર્ચિત ભવિષ્યવાણીઓમાંની એક એલિયન્સ સાથેના સંપર્ક વિશે છે. તેમણે કહ્યું હતું કે, 2025 સુધીમાં માનવીઓનો એલિયન્સ સાથે સંપર્ક થશે. જોકે, હજુ સુધી આવું કંઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ જો આવું થાય તો તે આખી દુનિયા માટે ખાસ હશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, 2025થી એલિયન્સ સાથે સંપર્કમાં આવ્યા બાદ સ્થિતિ બદલાવા લાગશે. 2130માં તો લોકો એલિયન્સ સાથે અન્ય ગ્રહો ઉપર જવા અંગે વિચારવા લાગશે અને કામ કરવા લાગશે. તે ઉપરાંત 3005ની સાલમાં માણસો અને મંગળગ્રહ ઉપર વસતા લોકો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેમ બાબા વેંગાની ભવિષ્યવાણી કહે છે.