બાબા વેન્ગાની 2024 માટેની ભવિષ્યવાણી : પુતિનની હત્યા, કેન્સરની સારવાર, ટેક્નોલોજીમાં આવશે ક્રાંતિ

બાબા વેન્ગાએ વર્ષો પહેલા અમેરિકા પર 9/11ના હુમલા વિશે પણ ભવિષ્યવાણી કરી હતી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
બાબા વેન્ગાની 2024 માટેની ભવિષ્યવાણી : પુતિનની હત્યા, કેન્સરની સારવાર, ટેક્નોલોજીમાં આવશે ક્રાંતિ 1 - image


Baba Vanga : બાબા વેન્ગા તેમની સચોટ આગાહીઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. આ તે મહિલા છે, જેને ત્રણ દાયકા પહેલા જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેમને કરેલી ભવિષ્યવાણી હજુ પણ વિશ્વમાં યાદ કરાઈ છે. બાબા વેન્ગાએ વર્ષો પહેલા અમેરિકા પર 9/11ના હુમલા અને બ્રિટનમાં બ્રેક્ઝિટની આગાહી કરી હતી. તેમના દ્વારા 2024ના વર્ષ માટે પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે. જે ખૂબ જ ખતરનાક અને ભયાનક છે.

બાબા વેન્ગા અંધ હતા, તેમને 'બાલ્કન્સનો નોસ્ટ્રાડેમસ' પણ કહેવામાં આવે છે. તેમના દ્વારા કરવામાં આવેલી 85 ટકા આગાહીઓ એકદમ સાચી સાબિત થઈ છે. તે બલ્ગેરિયાની રહેવાસી હતી. 1996માં 84 વર્ષની વયે તેમનું અવસાન થયું. તો ચાલો જાણીએ 2024 માટે બાબા વેન્ગાએ શું આગાહી કરી છે.

1. પુતિનની હત્યા કરવામાં આવશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈ માઠા સમાચાર સામે આવ્યા છે. બાબા વેન્ગાએ ભવિષ્યવાણી કરી છે કે આવતા વર્ષે પુતિનના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવશે. 

2. યુરોપ પર આતંકી હુમલો થવાની સંભાવના 

બાબા વેન્ગાએ ખતરનાક હથિયારો વિશે ભવિષ્યવાણી હતી. તેમનો દાવો છે કે, આવતા વર્ષે એક મોટો દેશ જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરશે અથવા તેના દ્વારા હુમલો કરશે. તેણે એવી આગાહી પણ કરી છે કે આતંકવાદીઓ દ્વારા યુરોપના અલગ-અલગ શહેરોમાં હુમલા કરવામાં આવશે.

3. આર્થિક કટોકટીનું સંકટ 

બાબા વેન્ગાએ ભવિષ્યવાણી કરી હતી કે, આવતા વર્ષે એક મોટી આર્થિક કટોકટીનું સંકટ આવી શકે છે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ભાંગી પડશે. 

4. 2024માં કેન્સરની સારવાર શક્ય બનશે

બાબા વેન્ગાના મતે મેડિકલ ક્ષેત્રથી સારા સમાચાર સામે આવી શકે છે. અલ્ઝાઈમર સહિતના મોટા-મોટા રોગોની સારવાર ઉપલબ્ધ થશે. તેણે એવી આગાહી પણ કરી છે કે 2024માં કેન્સરની સારવાર શક્ય બનશે.

5. સાયબર એટેકનું જોખમ 

આવતા વર્ષે વિશ્વમાં સાયબર એટેકનું જોખમ પણ વધશે. મોર્ડન હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જેવા મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. બાબા વેન્ગાએ આગાહી કરી છે કે, આનાથી રાષ્ટ્રીય સ્તરે સુરક્ષા માટે ખતરો ઉભો થશે.

6. ટેક્નોલોજીમાં આવશે ક્રાંતિ

ભવિષ્યવાણી અનુસાર, આવતા વર્ષે ટેક્નોલીજી ક્ષેત્રે નવી ક્રાંતિ આવવાની સંભાવના છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સામાન્ય કોમ્પ્યુટરની સરખામણીએ તે ઝડપથી સમસ્યાનું સમાધાન કરી શકે છે. સાથે જ AI ક્ષેત્રનો પણ વિકાસ થશે.


Google NewsGoogle News