કેનેડાના આ ૩ શહેરોમાં ૨૨ જાન્યુઆરીએ કાયમી ઉજવાશે અયોધ્યા દિવસ

ગ્રેટર ટોરન્ટો શહેરમાં એક મોટું હોડિંગ લગાવીને આભાર વ્યકત કરાયો

હિંદુ સમુદાયની સાંસ્કૃતિક ઓળખને સન્માન આપવાનો અવસર મળ્યો

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
કેનેડાના આ ૩ શહેરોમાં ૨૨ જાન્યુઆરીએ કાયમી ઉજવાશે અયોધ્યા દિવસ 1 - image


ટોરન્ટો,૨૬ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર 

કેનેડાના બ્રાપટન,ઓકવિલે અને બ્રાંટફોર્ડ શહેરમાં ૨૨ જાન્યુઆરી અયોધ્યા દિવસ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હિંદુ કેનાડાઇ ફાઉન્ડેશનના અધ્યક્ષ અરુણેશ ગિરીએ મીડિયાને જણાવ્યું હતું કે કેનેડામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ જાહેર કરવાના પ્રસ્તાવને સફળતા મળી છે.બ્રાપ્ટનના મેયર પેટ્રિક બ્રાઉન આ પગલાને હિંદુ સમુદાયની સાંસ્કૃતિક ઓળખને સન્માન આપવાનો અવસર ગણાવ્યો હતો.

 કેનેડાના આ ૩ શહેરોમાં ૨૨ જાન્યુઆરીએ કાયમી ઉજવાશે અયોધ્યા દિવસ 2 - image

હિંદુ કેનડાઇ ફાઉન્ડેશને ગ્રેટર ટોરન્ટો શહેરમાં એક મોટું હોડિંગ લગાવીને આભાર વ્યકત કર્યો છે. વિશ્વ જૈન સંગઠન કેનેડાએ પણ આ પગલાને આવકાર આપ્યો હતો. હિંદુ માન્યતા અનુસાર શ્રી રામ ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે લોકોએ દિપ પ્રગટાવીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ૫૦૦ વર્ષ પછી રામ જન્મભૂમિ સ્થળે મંદિર નિર્માણ અને રામલલ્લાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. 


Google NewsGoogle News