Get The App

VIDEO: ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન સહિત વિશ્વભરમાં આતશબાજી સાથે નવા વર્ષ 2025ના વધામણાં

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
VIDEO: ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન સહિત વિશ્વભરમાં આતશબાજી સાથે નવા વર્ષ 2025ના વધામણાં 1 - image


New Year 2025 celebration : વિશ્વના મોટાભાગના દેશોએ 2024ને અલવિદા કહીને વર્ષ 2025ને આવકાર્યું છે. દુનિયાભરના દેશોના ટાઈમ ઝોન જુદા હોવાના કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે થાય છે. મોટાભાગના દેશોમાં નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે. જોકે, હજુ પણ કેટલાક દેશના લોકો વર્ષ 2025ને આવકારવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, સિંગાપોર, જાપાન જેવા દેશો વર્ષ 2025ની શરૂઆતને લઇને ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. 

ચીનમાં નવા વર્ષનું આગમન

વિશ્વના ઘણાં દેશોમાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ચીનમાં નવા વર્ષની ઉલ્લાસભર ઉજવણી કરાઇ. લાખો લોકોએ બેઇજિંગમાં એકઠા થઇને વર્ષ 2024ને અલવિદા કહીને વર્ષ 2025નું સ્વાગત કર્યું હતું. બેઇજિંગમાં ભવ્ય આતશબાજી અને ડ્રોન શો દ્વારા નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ દેશને સંબોધન કરી કહ્યું હતું કે, 'દેશની અર્થવ્યવસ્થા વૃદ્ધીની દિશામાં આગળ વધી રહી છે.'

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભવ્ય ઉજવણી

ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષ 2025ની ભવ્ય ઉજવણી કરાઇ હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. હજારો નાગરીકોએ આ ભવ્ય આતશબાજી નિહાળી વર્ષ 2025ને આવકાર્યું હતું. 

સિડનીમાં શાનદાર ઉજવણી

ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ ભવ્ય ઉજવણી કરીને વર્ષ 2025ને આવકાર્યું છે. સિડનીમાં આશરે 10 લાખ લોકોએ એક સાથે મળીને શાનદાર આતશબાજી નિહાળી હતી. નવા વર્ષની શરૂઆત સિડની હાર્બર બ્રિજ પરથી 12 મિનિટની આતશબાજીથી થઇ હતી. નૌકાઓ, ઓપેરા હાઉસ સેલ્સ, શહેરની પાંચ સ્કાયસક્રેપર્સ (બહુમાળી ઇમારતો) પરથી ભવ્ય આતશબાજી થઇ હતી. 

સિંગાપોરમાં નવા વર્ષની શરૂઆત

સિંગાપોરમાં વર્ષ 2025ની શરૂઆત થઇ ચૂકી છે. સિંગાપોરના નાગરિકોએ પ્રખ્યાત 'મરિના બે' પર આતશબાજી નિહાળી નવા વર્ષને આવકાર્યું હતું. 

જાપાનમાં નવા વર્ષની ઉજવણી

જાપાનમાં વર્ષ 2025નું આગમન થયું છે. જાપાનના ટોક્યોમાં લોકોએ પરંપરાગત રીતે ટોકુદાઇ-જી મંદિરમાં 'ઘંટડી' વગાડી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. આ ઉપરાંત હજારો લોકોએ ભવ્ય આતશબાજી પણ નિહાળી હતી. 

વિશ્વમાં પહેલી જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી ક્યારથી શરૂ થઈ

ન્યૂઝીલેન્ડથી વર્ષ 2024નું આગમન સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત અનેક દેશોમાં પણ ઉજવણી કરાઈ હતી. જોકે શું તમે જાણો છો કે, નવું વર્ષ 1લી જાન્યુઆરીએ ઉજવવામાં આવતું નથી. 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ 15મી સદીમાં ઓક્ટોબર 1582માં શરૂ થયું હતું. આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર 10 મહિના હતા અને નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવ્યું હતું. પરંતુ આ પછી, એક અમેરિકન ફિઝિશિયન એલોયસિયસ લિલિયસે વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું હતું. તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવતું હતું જેમાં વર્ષનો પ્રથમ દિવસ 1 જાન્યુઆરી માનવામાં આવતો હતો અને ત્યારથી 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. 15મી સદી પહેલા, માર્ચને વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. અગાઉ નવું વર્ષ 25 માર્ચ અથવા 25 ડિસેમ્બરે ઉજવવામાં આવતું હતું. રોમના પ્રથમ રાજા નુમા પોપલીસે રોમન કેલેન્ડરમાં થોડો બદલાવ કર્યો અને 2 મહિના ઉમેર્યા હતા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ VIDEO: ન્યૂઝીલેન્ડે સૌથી પહેલા કર્યું 2025નું સ્વાગત, ઓકલેન્ડ સહિતના શહેરોમાં જોરદાર ઉજવણી

સમોઆ અને નિયૂ ટાપુઓમાં છેલ્લે ઉજવાય છે નવું વર્ષ

કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો બાદ ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઊજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકી સમોઆ અને નિયુ ટાપુઓમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે. દુનિયાભરના દેશોના ટાઈમ ઝોન જુદા હોવાના કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે થાય છે. વિશ્વમાં સૌથી પહેલા આઈલેન્ડ ઓપ કિરિબાતી રિપબ્લિકના કિરિટીમાટી દ્વીપ પર નવા વર્ષની શરૂઆત થઈ. આ નાનકડો ટાપુ દેશ ભારતથી સાડા સાત કલાક આગળ છે. ભારત પહેલા 41 દેશમાં નવું વર્ષ શરૂ થઈ જાય છે, જેમાં ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ દેશોમાં ભારત પહેલા રાતના 12 વાગે છે. દુનિયાના જાણીતા શહેરોમાં નવા વર્ષની સૌથી પહેલી ઉજવણી ન્યૂઝીલેન્ડના નાગરિકો કરે છે.

આ પણ વાંચોઃ New Year Tips : 2025ના પહેલા દિવસે કરો આ 5 કામ, લક્ષ્મીજીની કૃપાથી આખું વર્ષ થશે ધનલાભ



Google NewsGoogle News