Get The App

આ દેશમાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં, સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
આ દેશમાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં, સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય 1 - image


Australia Plans To Ban Social Media For Children: ઓસ્ટ્રેલિયામાં હવે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વધતાં જોખમોને ધ્યાનમાં લેતાં સોશિયલ મીડિયાનો વપરાશ ઘટાડવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના માટે ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયાના વપરાશ માટે બાળકોની લઘુતમ વયમર્યાદા નક્કી કરવાની યોજના બનાવી છે અને આ માટે તે કાયદો લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. હાલ, કોઈ ચોક્કસ વય જાહેર કરવામાં આવી નથી. પરંતુ 14થી 16 વર્ષની વયજૂથ ધરાવતા બાળકો પર આ પ્રતિબંધ લાદી શકે છે.

આ દેશમાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં, સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય 2 - image

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને શું કહ્યું ?

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબેનિસે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે સોશિયલ મીડિયા પર લઘુતમ વયમર્યાદાનો કાયદો લાગુ કરતાં પહેલાં અમે ઉંમરનું વેરિફિકેશન કરતું ટ્રાયલ રજૂ કરીશું. હાલ, લઘુતમ વયમર્યાદા કરવામાં આવી નથી. પરંતુ તે 14થી 16 વર્ષ હોઈ શકે છે. હું બાળકોને તેમની ડિવાઈસ ઓફ કરીને મેદાનમાં રમતાં જોવા માગું છું. તેઓ સ્વિમિંગ પુલમાં તરે અને ટેનિસ કોર્ટમાં રમે તેવુ ઈચ્છુ છું. તેઓ વાસ્તવમાં લોકો સાથે મળે, વાત કરે તે જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયાથી સામાજિક નુકસાન થઈ રહ્યું છે.’

આ પણ વાંચોઃ કેનેડામાં સત્તા ડામાડોળ, શું ટ્રુડોની વિદાયનો સમય આવ્યો? પાર્ટીના સાંસદોએ જ આપ્યો ઝટકો

મોટાભાગના લોકો ઓસ્ટ્રેલિયાના પ્રયાસની તરફેણમાં

ઓસ્ટ્રેલિયાના આ પ્રયાસથી વિવિધ ટીપ્પણીઓ થઈ રહી છે. મોટાભાગના લોકો આ નિર્ણયની તરફેણમાં છે, પરંતુ અમુકે સંપૂર્ણપણે ઉપયોગ બંધ કરવાના બદલે વચ્ચેનો રસ્તો શોધવાનો સલાહ આપી રહી છે.

આ દેશમાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં, સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય 3 - image

ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી દિગ્ગજ ટેક કંપનીઓએ શું કહ્યું

મેટાએ નવું ટેબ શરૂ કર્યું છે. જેમાં લઘુતમ 13 વર્ષના બાળકો પર સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મેટાએ જણાવ્યું હતું કે, વાલીઓ, માતા-પિતાને પોતાના બાળકો માટે સંપૂર્ણપણે એક્સેસ બંધ કરવાના બદલે બાળકોને પ્રોત્સાહિત અને લાભ પ્રદાન કરતાં પ્લેટફોર્મથી સજ્જ બનવા પ્રયાસ કરી રહ્યું છે. યુટ્યુબના માલિક આલ્ફાબેટ, ટીકટોકે આ મુદ્દે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ દેશમાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં, સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય 4 - image

ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારામાં બાળકોની સંખ્યા

ઓસ્ટ્રેલિયામાં 26 મિલિયન લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી હોવાનું ટેક ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું છે. જેમાં ત્રીજા ભાગના બાળકો યુટ્યુબ તથા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. સમાજ પર સોશિયલ મીડિયાની પડી રહેલી માઠી અસરોને ધ્યાનમાં લેતા ઓસ્ટ્રેલિયન સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે.

આ લોકોએ કર્યો વિરોધ

ઓસ્ટ્રેલિયાના ઈન્ટરનેટ રેગ્યુલેટરે ધ ઈસેફ્ટી કમિશનરે સરકારને ચેતવ્યા હતા કે, પ્રતિબંધ આધારિત વલણ યુવા લોકોની એક્સેસને મર્યાદિત કરી શકે છે. પ્રતિબંધોની પ્રતિકૂળ અસરો પણ ભોગવવી પડી શકે છે. ગેરકાયદે ચાલતી સર્વિસ વધી શકે છે. બીજી તરફ માનસિક આરોગ્યના નિષ્ણાતો, LGBTQIA+ અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગે પણ આ પ્રતિબંધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના લીધે બાળકો પોતાને અસુરક્ષિત, અને વિશ્વથી અજાણ બની શકે છે.

આ દેશમાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં, સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય 5 - image


Google NewsGoogle News