ઓસ્ટ્રેલિયાએ કૃત્રિમ સ્ટોનના ઉત્પાદન અને ઉપયોગ પર મુકયો પ્રતિબંધ, આવું પગલું ભરનારો દુનિયાનો પ્રથમ દેશ
ઓસ્ટ્રેલિયામાં આગામી જુલાઇથી એન્જીનિયર્ડ સ્ટોન વેચી શકાશે નહી
પથ્થર નિર્માણ કરનારા મજૂરોને સિલિકોસિસ થતા નિર્ણય લીધો
મેલબોર્ન,૧૫ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર
ઓસ્ટ્રેલિયાએ કૃત્રિમ સ્ટોન તરીકે ઓળખાતા એન્જીનિયર્ડ સ્ટોન પર પ્રતિબંધ મુકયો છે. આ સાથે જ જેનામાંથી કિચન બેંચટોપ બને છે એ પથ્થર પર પ્રતિબંધ મુકનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતા જુલાઇ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં એન્જીનિયર્ડ સ્ટોન વેચી શકાશે નહી.
આ સ્ટોનને પથ્થરનો ભુક્કો કરીને બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં કૃત્રિમ પથ્થર અંગેનો વિવાદ ઘણા સમયથી ચાલતો હતો. ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાના મજૂરોને સિલકોસિસ થયો ત્યારથી પ્રતિબંધ મુકવાની માંગ વધી હતી. ૭૦૦ જેટલા મજૂરોને સિલિકોસિસ થવાથી વળતર આપવાની ફરજ પડી હતી.સિલિકોસિસ ફેફસાની બીમારી છે જે સિલિકાની માઇક્રો રેત ફેફસામાં જવાથી થાય છે.
એન્જીનિયર્ડ સ્ટોન ફેકટરીમાં કારીગરો પાસે મહેનતાણુ આપીને તૈયાર કરાવવામાં આવે છે. એન્જિનિયર્ડ સ્ટોન જેને એસ્બેસ્ટ નામ પણ આપવામાં આવ્યું છે. એસ્બેસ્ટસ અત્યંત ઝેરી રસાયણ છે જે દશકો સુધી મકાન નિર્માણમાં ઉપયોગ થાય છે જેનાથી હજારો લોકોને નુકસાન થયું છે.
ઓસ્ટ્રેલિયાની સેફ વર્ક નામની એક સંસ્થાએ તપાસ કરીને ગત ઓકટોબર મહિનામાં રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં એન્જીનિયર્ડ સ્ટોનનું કામ કરવાવાળા કારીગરોને સિલિકોસિસ થવાનું પ્રમાણ અપેક્ષા કરતા ખૂબ વધારે હોવાનું જણાયું હતું. સ્ટોન ઉધોગમાં કામ કરનારાને સિલિકોસિસ થયો હતો તેમની સરેરાશ ઉંમર ૩૫ વર્ષ કરતા પણ ઓછી હતી.
આ રિપોર્ટમાં જ એન્જીનિયર્ડ સ્ટોનના ઉપયોગ પર પ્રતિબંધ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પથ્થર તરાશીને તેના ભૂક્કામાંથી તૈયાર થતા કૃત્રિમ પથ્થર દુનિયા આખીમાં સમસ્યા રુપ બન્યા છે. ૨૦૨૦માં એક માહિતી બહાર આવી હતી કે યુરોપિય સંઘમાં ૫૦ લાખ કરતા ક્રિસ્ટલ સિલિકાનો ખતરો ધરાવે છે જેનું મુખ્ય કારણ સિલિકોસિસ છે. ભારતમાં પણ લાખો મજૂૂરો સિલિકોસિસનો ખતરો ધરાવે છે. ૩૦ લાખ મજૂરો સીધી રીતિ સિલિકા રેત જયારે ૮૫ લાખ મજૂરો કવાટ્ઝના ભય હેઠળ છે.