UNSCનો કાયમી સભ્ય બનવાનો ભારતનો દાવો મજબૂત થયો, વધુ એક દેશે આપ્યું સમર્થન, જાણો શું કહ્યું

ભારતને UN સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવા માટે ઓસ્ટ્રેલિયાનું સમર્થન

પેની વોંગે UNSCમાં સુરક્ષા પરિષદમાં સુધારાને ખુબ જ જરુરી ગણાવ્યો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
UNSCનો કાયમી સભ્ય બનવાનો ભારતનો દાવો મજબૂત થયો, વધુ એક દેશે આપ્યું સમર્થન, જાણો શું કહ્યું 1 - image


UNSC: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાનું આહ્વાન કરતા ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે(Penny Wong) ભારત અને જાપાનને UN સુરક્ષા પરિષદના કાયમી સભ્યો બનાવવા માટે સમર્થન કર્યું છે.

પેની વોંગે UNGAના 78માં સત્રમાં સંબોધન કર્યું હતું

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(United Nations General Assembly)ના 78માં સત્રમાં સંબોધન કરતા તેમણે આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયા માટે વધુ કાયમી અને અસ્થાયી પ્રતિનિધિત્વ માટે દબાણ કર્યું હતું. પેની વોંગે(Penny Wong) આફ્રિકન સંઘના નેતૃત્વવાળા અભિયાન હેઠળ UNSCમાં યોગદાન આપવા માટે સુરક્ષા પરિષદમાં સુધારાને ખુબ જ જરુરી ગણાવ્યો હતો.. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે શાંતિ અને સુરક્ષા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને કારણે ઓસ્ટ્રેલિયા 2029-30 માટે સુરક્ષા પરિષદમાં એક બેઠક ઈચ્છે છે અને આ જ કારણ છે કે અમે સુરક્ષા પરિષદમાં સુધારાના આગળ વધારી રહ્યા છીએ.  

ભારતના PMએ G-20 નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો 

ભારતના પ્રધાનમંત્રી દ્વારા વૈશ્વિક મંચ પર સુધારાનો આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે. નવી દિલ્હીમાં આયોજિત G-20નેતાઓની સમિટમાં પણ મોદીએ વર્તમાન વાસ્તવિક્તાઓ અનુસાર વૈશ્વિક સિસ્ટમો બનાવવાના તેમના વલણનું પુનરાવર્તન કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News