પુતિનના ખાસ મિત્ર હંગેરીના ઑબર્ન અચાનક કીવી પહોંચ્યા : યુક્રેન યુદ્ધનો અંત લાવવા પ્રયત્નો કરે છે

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
પુતિનના ખાસ મિત્ર હંગેરીના ઑબર્ન અચાનક કીવી પહોંચ્યા : યુક્રેન યુદ્ધનો અંત લાવવા પ્રયત્નો કરે છે 1 - image


વિકટર ઓબર્ને ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં કહ્યું યુદ્ધ રોકવા માટે તમે પણ વિચારો ઃ આ સાથે મોસ્કો સાથેની શાંતિ મંત્રણાને ગતિ આપવા આગ્રહ કર્યો

કીવ: યુરોપમાં પુતિનના સૌથી નિકટમ સાથી હંગેરીના વડાપ્રધાન વિકટર અચાનક કીવ આવી પહોંચ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી ઑબોર્નની કીવીની આ પહેલી મુલાકાત છે. વાસ્તવમાં યુક્રેનને મળી રહેલા યુરોપીય સહયોગની ટીકા કરનારા વિકટર ઓબર્ને ઝેલેસ્કીને કહ્યું હતું કે આપણે યુદ્ધ રોકી જ શકીએ તેમ છીએ. ઉપરાંત મોસ્કો સાથે શાંતિ-મંત્રણા પણ આગળ વધારવા માટે પણ મેં તેઓને આગ્રહ કર્યો હતો.

ઓબર્ને વધુમાં કહ્યું કે ક નિશ્ચિત સમય રેખા સુધી યુદ્ધ-વિરામ રાખીશું તો જ શાંતિ મંત્રણાને તક મળી શકશે. મારી પ્રમુખ ઝેલેન્સ્કી સાથે વાતચીત થઈ તે માટે હું તેઓનો આભારી છું.

ઉલ્લેખનીય છે કે હંગેરીના વડાપ્રધાને પહેલા પણ ઘણી વાર યુક્રેનને યુદ્ધમાં સહાય આપવાને બદલે યુદ્ધ બંધ કરવા માટે જ પ્રયત્નો કરવા યુરોપીય દેશોને અનુરોધ કર્યો હતો.

જો કે હંગેરીના આ પ્રસ્તાવ પહેલા જ ઝેલેન્સ્કી અને યુક્રેનના સાથીઓએ તે પ્રસ્તાવ નકારી કાઢતા કહ્યું કે રશિયા જયાં સુધી તેણે કબજે કરેલી (યુક્રેનની) ભૂમિ પાછી ન આપે ત્યાં સુધી શાંતિ મંત્રણા શક્ય જ નથી. કોઇપણ સમજૂતી પર પુતિન કાયમ રહે તેવો તેમની ઉપર વિશ્વાસ પણ કરી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે ઓબર્ન પશ્ચિમ જગતે રશિયા ઉપર પ્રતિબંધો મુકયા ત્યારે પણ હંગેરી રશિયાની સાથે ઉભુ રહ્યું હતું.

હંગેરી અત્યારે યુરોપીય સંઘ પરિષદના અધ્યક્ષ પદે છે. આ પદ દર છ મહિને બદલાય છે. પરંતુ જે દેશના પ્રતિનધિ અધ્યક્ષ પદે હોય તે સહજ રીતે જ પરિષદની કાર્યસૂચિ પોતાની પ્રાથમિકતાઓ પ્રમાણે નિર્ધારિત કરે છે. હંગેરીએ સોમવારે યુરોપીય સંઘની પરિષદમાં એલાન આપ્યું હતું. 'ફરી યુરોપને મહાન બનાવીએ.'

હંગેરી આ મંચનો ઉપયોગ યુક્રેન રશિયા વચ્ચેની શાંતિ મંત્રણા માટે કરશે કે રશિયાને સહાયરૂપ થાય તેવી રીતે કરશે ? તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.


Google NewsGoogle News