Get The App

રશિયામાં શરણ લેનારા સીરિયન રાષ્ટ્રપ્રમુખને ઝેર આપવાનો પ્રયાસ, પુતિન સાથે સંબંધ બગડ્યાનો દાવો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
રશિયામાં શરણ લેનારા સીરિયન રાષ્ટ્રપ્રમુખને ઝેર આપવાનો પ્રયાસ, પુતિન સાથે સંબંધ બગડ્યાનો દાવો 1 - image


Image: Facebook

Bashar Al Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોઈઝન દ્વારા તેમની પર જીવલેણ હુમલો થયો છે. અસદે રવિવારે પોતાના સિક્યોરિટીને જણાવ્યું હતું કે 'મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને સારવાર માટે મદદ માગી હતી.' તેના તાત્કાલિક બાદ તેમને જોરથી ખાંસી અને ગભરામણ થવા લાગી. આ જોઈને તેમને પાણી આપવામાં આવ્યું, જેનાથી થોડી રાહત મળી પરંતુ જ્યાં સુધી ડોક્ટર ન આવ્યાં ત્યાં સુધી તેમની તબિયત બગડવા લાગી. 

અસદની હત્યાનો પ્રયત્ન ત્યારે કરવામાં આવ્યો જ્યારે મીડિયા રિપોર્ટ્સના દાવા અનુસાર કથિત રીતે પુતિનની સાથે તેમના સંબંધ થોડા વણસ્યા છે. કહેવાય છે કે બંને નેતા એકબીજા પર વિશ્વાસ કરતાં નથી પરંતુ પુતિને જ અસદને સીરિયાથી રેસ્ક્યૂ કરીને મોસ્કો લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એક ટેલીગ્રામ ચેનલ જનરલ એસવીઆરે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અસદને પોઈઝન આપ્યું હોવાનો દાવો કર્યો અને જણાવ્યું કે તેમની સારવાર માટે તેમના એપાર્ટમેન્ટમાં જ ડોક્ટરોની ટીમની તહેનાતી કરવામાં આવી. 

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઓફિસને પણ અસદની હાલત વિશે જાણકારી આપવામાં આવી, તે બાદ ક્રેમલિને એક આદેશમાં કહ્યું કે 'તેમની સારવાર માટે તમામ વ્યવસ્થા કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ તેમના ઘરે જ કરવામાં આવે.'

આ પણ વાંચો: ગાઝામાં ઈઝરાયલનો ભયાનક હુમલો, બે મોટા પોલીસ અધિકારી સહિત 68નાં મોતથી ખળભળાટ

બશર અલ-અસદની સ્થિતિ હવે સ્થિર

બશર અલ-અસદને શરૂઆતી સારવાર બાદ આગળની સારસંભાળ માટે તેમના એપાર્ટમેન્ટ પર જ મેડીકલ ટીમને તહેનાત કરવામાં આવી. મામલો રવિવારે સામે આવ્યો જ્યારે અસદ પોતાના ઘરે જ હતા. જોકે સોમવારે સાંજ સુધી અસદની સારસંભાળ કરી રહેલી ડોક્ટરોની ટીમે સ્પષ્ટ કર્યું કે તેમની હાલત સ્થિર છે અને પહેલેથી શ્રેષ્ઠ છે. અસદના શરીરથી સેમ્પલ લઈને તેમની તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે તેમને પોઈઝન આપવામાં આવ્યું હતું.

અસદને પોઈઝન આપ્યું હોવાના મામલાની તપાસ ચાલી રહી છે

પૂર્વ સીરિયન રાષ્ટ્રપતિની સાથે થયેલી આ ઘટના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના નિકોલાઈ પેટ્રૂશેવની નજરમાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે આખરે અસદને પોઈઝન કેવી રીતે આપવામાં આવ્યુ. બશર અલ-અસદને ગયા મહિને સીરિયા છોડીને ભાગવું પડ્યું હતું જ્યારે તહરીર અલ-શામના યોદ્ધાઓએ રાજધાની દમિશ્કની સાથે અસદના કબ્જાવાળા મોટા શહેરોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા. 

પત્ની અસમાની સાથે અસદનો આંતરિક વિવાદ

અસદની સત્તા ગયા બાદ તેમના ઘરમાં આંતરિક કંકાસ શરૂ થઈ ગયો છે. તેમની પત્ની અસમા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ બ્રિટન પાછા ફરવા ઈચ્છી રહ્યાં હતાં પરંતુ તેમને રોકી દેવાયા. તેમના પત્નીનો અસમાનો જન્મ લંડનમાં થયો હતો પરંતુ પાસપોર્ટ એક્સપાયર કર્યા જવાના કારણે તે પોતાના ઘરે પાછા ફરી શક્યા નહીં. તેઓ અત્યારે પોતાના પતિ અસદની સાથે મોસ્કોમાં છે. સીરિયાથી ભાગ્યા બાદથી જ અસમા લંડન પાછા ફરવા ઈચ્છે છે અને અટકળો લગાવાઈ રહી છે કે તે અસદથી તલાક પણ માગી રહ્યાં છે.


Google NewsGoogle News