ફ્રાંસ : વિધાનસભાઓની ચૂંટણીના ઉમેદવારો ઉપર હુમલાઓ : સરકારી પ્રવકતા ઉપર પણ હુમલા થયા

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
ફ્રાંસ : વિધાનસભાઓની ચૂંટણીના ઉમેદવારો ઉપર હુમલાઓ : સરકારી પ્રવકતા ઉપર પણ હુમલા થયા 1 - image


- આ હુમલાઓથી થાકી કેટલાકે તો ઉમેદવારી પાછી ખેંચી

- છેલ્લાં કેટલાક દિવસોથી દરેક પક્ષના રાજકારણીઓ ઉપર હુમલા થાય છે : મેક્રોની પાર્ટીના ઉમેદવારો ઉપર સૌથી વધુ હુમલા

પેરીસ : પેરીસનો અર્થ લેટિનમાં 'સુંદર' તેવો થાય છે. રોમન સામ્રાજય સિવાયનાં યુરોપને રોમનાઇઝડ કરનાર યુરોપના 'આરાધ્ય દેવ' જુલિયસ સીઝરે સૌથી પહેલાં 'ગૌલ' (ફ્રાંસ)ને રોમનાઈઝડ્ કર્યું હતું. તેવું ફ્રાન્સ યુરોપની તળભૂમિ ઉપરનું અત્યારે પણ સૌથી સમૃદ્ધ રાજ્ય છે. તેની માથાદીઠ આવક ભારતની માથાદીઠ આવક કરતાં ૩૫ ગણી છે. છતાં ત્યાં બેકારી અને મોંઘવારી તથા ફુગાવો વધી રહેતાં, વિશ્વમાં સૌથી પહેલી ક્રાંતિ સર્જનાર આ દેશમાં આંતરિક અસંતોષ સતત વધી રહ્યો છે.

ફ્રાંસમાં અત્યારે વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાય છે, ત્યારે તેના ઉમેદવારો જનઆક્રોશ અને પથ્થરમારાના ભોગ બન્યા છે. અહીં તોફાનો એટલી હદે વ્યાપક બન્યાં છે કે, ૭મી જુલાઈએ યોજાનારી વિધાનસભાઓની ચૂંટણીના ઉમેદવારો તો પથ્થરમારાનો ભોગ બન્યા છે. પરંતુ સરકારી પ્રવક્તા પ્રિસ્કા થેવેનોટ ઉપર પણ પથ્થરમારો થયો હતો.

આ થેવેનોટે પણ ચૂંટણી જંગમાં મેક્રોની પાર્ટી એન્સેમ્બલ એલાયન્સ તરફથી જંગમાં ઝુંકાવ્યું. તેઓ અને તેઓના ડેપ્યુટી બુધવારે રાત્રે પેરીસ પાસે ચૂંટણી પોસ્ટરો લગાડતા હતા, ત્યારે એક જૂથે તેઓની ઉપર હુમલો કર્યો હતો. તેમ વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટલે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ 'x' પર જણાવ્યું છે. આ માટે ૩ માઈનોર્સ સહિજ ૪ વ્યક્તિઓને કસ્ટડીમાં પૂરવામાં આવી છે.

વાસ્તવમાં દરેક રાજકારણી ઉપર હુમલા થઈ રહ્યા છે.

બુધવારે મેરી ડૌચી-સેવોયનાં ઉમેદવાર ઉપર એક ફૂડ માર્કેટમાં હુમલો થતાં તેમણે ઉમેદવારી જ પાછી ખેંચી લીધી. ઉપરાંત રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિકોલસ કોન્કર અને તેમના સાથીઓ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન પત્રિકાઓ વહેંચતા હતા ત્યારે (બીજી જુલાઈએ) ચેરબર્ગમાં તેમની ઉપર હુમલા થયા હતા.


Google NewsGoogle News