Get The App

આસીયાન-ઇંડીયા સમિટમાં વડાપ્રધાન મોદીએ આસીયાન જૂથો પ્રબળ કરવા 10 મુદ્દાઓ આપ્યા

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
આસીયાન-ઇંડીયા સમિટમાં વડાપ્રધાન મોદીએ આસીયાન જૂથો પ્રબળ કરવા 10 મુદ્દાઓ આપ્યા 1 - image


આસિયાન દેશોનું નેતૃત્વ વાસ્તવમાં ભારત કરે છે

નરેન્દ્ર મોદીએ કહ્યું પ્રાદેશિક જુથોની એકતા એશિયાનાં ભવિષ્ય માટે અનિવાર્ય છે : અતિ મહત્વની બની રહે છે

વિયેનતિએન (લાઓસ): આસીયાન શિખર પરિષદના ભાગ રૂપે ભારત અને આસીયાન દેશો વચ્ચે યોજાયેલ વિશિષ્ટ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસીયાન જૂથને પ્રબળ કરવા માટે ૧૦ મુદ્દાઓ દર્શાવ્યા હતા. આ દ્વારા આસીયાનના સભ્ય દેશો સર્વગ્રાહી ભાગીદારી સાધી, પ્રગતિ સાધી શકશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, પ્રાદેશિક જુથોની એકતા, એશિયાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય છે. અતિ મહત્વની છે. તેઓએ આપેલા ૧૦ મુદ્દાઓ આ પ્રમાણે છે.

(૧) ૨૦૨૫નું વર્ષ આસીયાન ઇંડિયા માટે પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવું તે માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા ભારત ૫૦ લાખ ડોલર આપશે. આપણે તે માટે સંયુક્ત રીતે કાર્યવાહી કરવાની રહેશે.

(૨) ભારતની એક્ટ-ઇસ્ટ-પોલિસીને ૧૦ વર્ષ પુરા થશે તે સમયે વિવિધ કાર્યક્રમો યોજવા જેમાં યુવક-પ્રવૃત્તિઓ, યુવક-શિખર પરિષદ, સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ, સંગીત સમારોહ, પ્રાદેશિક રમતોત્સવ તથા આસીયાન - ઇંડીયા થિંક ટેન્કનું નેટવર્ક તથા દિલ્હી ડાયલોગ સમાવિષ્ટ હશે.

(૩) આસીયાન-ઇંડીયા મહિલા વિજ્ઞાાનીઓની પરિષદ યોજવી જે આસીયાન ઇંડીયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ડેવલપમન્ટ ફ્રન્ટ દ્વારા યોજવામાં આવશે.

(૪) નાલંદા વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરવા આવનારાઓની શિષ્યવૃત્તિ બમણી કરવી. તેમજ ભારતની એગ્રીકલ્ચર યુનિવર્સીટીઝ માં નવી શિષ્યવૃત્તિ ઊભી કરવી.

(૫) આસીયાન-ઇંડીયા ટ્રેડ એન્ડ ગૂડઝ એગ્રીમેન્ટની ૨૦૨૫માં પુનઃ સમીક્ષા કરવી.

(૬) ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૫૦ લાખ અમેરિકી ડોલર્સ જુદા તારવવા

(૭) આરોગ્ય મંત્રીઓની અમુક અમુક સમયે પરિષદ યોજી આસીયાન વિસ્તારના દેશોનાં આરોગ્ય વિષયક સમીક્ષા કરવી.

(૮) ડીજીટલ અને સાયબર સુરક્ષા માટે આસીયાન ઇંડીયા સાયબર-પોલીસીના અમલ માટે એક નિયમિત વ્યવસ્થા ગોઠવવી.

(૯) ગ્રીન-હાઈડ્રોજન માટે એક વર્કશોપ કરવો.

(૧૦) ઋતુ પરિવર્તનો રોકવા અને સારૂં વાતાવરણ રચવા નરેન્દ્ર મોદીએ આસીયાન નેતાઓને માતાના નામે એક વૃક્ષ રોપવા અને ઉછેરવા વડાપ્રધાન મોદીએ અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News