બોટ ભડભડ કરતી સળગી ઊઠી, ચીસાચીસ મચી, હૈતીના દરિયામાં 40 લોકોનાં મોતથી હડકંપ
Image : Representative |
Haiti Boat Fire: કેરેબિયન (Caribbean) દેશ હૈતી (Haiti)માંથી એક ગંભીર દુર્ઘટનાના સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે લગભગ 40 માઈગ્રન્ટ્સ (migrants)ના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
બોટમાં 80થી વધુ પ્રવાસીઓ મુસાફરો હતા
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા શુક્રવારે (19 જુલાઈ) સ્થાનિક અધિકારીઓને માહિતી આપતા જણાવ્યા હતું કે 'આ અઠવાડિયાની શરૂઆતમાં 80થી વધુ પ્રવાસીઓ એક બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. તમામ માઈગ્રન્ટ્સ બુધવારે (17 જુલાઈ) હૈતીથી ટર્ક્સ અને કેકોસ (Turks and Caicos) માટે રવાના થયા હતા. આ ઘટનામાં હૈતીના કોસ્ટ ગાર્ડે 40 લોકોને બચાવી લીધા હતા.
આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે હૈતી
હૈતી સામૂહિક હિંસા, તૂટતી આરોગ્ય પ્રણાલી અને આર્થિક સંકટ સાથે ઝઝુમી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં હૈતીઓ દેશ છોડીને અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે. આ લોકો ખતરનાક મુસાફરીનો આશરો લઈને કોઈપણ ભોગે અન્ય દેશમાં જઈ રહ્યા છે. હૈતીમાં આ વર્ષની શરૂઆતથી જ સ્થિતિ બગડી છે. ગેંગ વોર અને ક્રાઈમમાં નોંધપાત્ર વધારો થયો છે જેના પરિણામે તત્કાલીન સરકારે રાજીનામું આપવું પડ્યું હતું. IOMએ વધુમાં જણાવ્યું હતું કે, 'આ વર્ષે પડોશી દેશો દ્વારા 86,000 થી વધુ સ્થળાંતર કરનારાઓને બળજબરીથી હૈતી પરત મોકલવામાં આવ્યા છે. માર્ચમાં હિંસામાં વધારો અને સમગ્ર દેશમાં એરપોર્ટ બંધ હોવા છતાં, બળજબરી પૂર્વક વાપસીમાં 46 ટકાનો વધારો થયો છે. ફક્ત માર્ચમાં 13,000 હૈતીયનોને હૈતી પરત મોકલી દેવામાં આવ્યા છે.