Get The App

વિશ્વમાં યુદ્ધ, આર્થિક મંદી અને રાજકીય ઉથલપાથલની વસમી વેળા

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
વિશ્વમાં યુદ્ધ, આર્થિક મંદી અને રાજકીય ઉથલપાથલની વસમી વેળા 1 - image


- ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનતા વિશ્વને ખુશી કરતા ભય વધુ : ચીન, રશિયા અને નોર્થ કોરિયા નજીક આવશે 

- આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ વિશ્વને માટે પડકારનો એક નવો મોરચો : ચિંતાનો માહોલ

- ઇઝરાયેલે પેલેસ્ટાઈનની સાથે લેબેનોન, ઈરાક, ઈરાન અને સીરિયાની સામે પણ જંગ છેડયો 

- ઘણા દેશોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિઃ નાગરિકોએ શસ્ત્રો હાથમાં લઈને  ભ્રષ્ટ  શાસકોને પદભ્રષ્ટ કર્યા

અમેરિકાના પ્રમુખ તરીકે ચુટાયા બાદ ટ્રમ્પે તેના પરિવાર સાથે ચાહકોનું અભિવાદન કર્યું હતું.

મોસ્કોમાં એક સંગીતનાં જલસાના કાર્યક્રમમાં ચાર આતંકીઓએ થિયેટરમાં ઘુસી અંધાધુંધ ગોળીબાર કરતા ૧૪૫નાં મૃત્યુ અને ૫૦૦ પ્રેક્ષકો ઘાયલ થયા હતાં

જાન્યુઆરી

નવા વર્ષ - ૨૦૨૪ નો પ્રારંભ જાપાનમાં ભૂકંપ, યુ.કે.માં વાવાઝોડું અને બાંગ્લાદેશમાં ચૂંટણીથી થયો. આ વર્ષ એ વિપક્ષનું સૌથી મોટું ચૂંટણી વર્ષ, ૬૪ દેશોના ૪૦૦ કરોડ લોકો નવી સરકાર ચૂંટશે. યુદ્ધગ્રસ્ત રશિયા-યુક્રેનમાં પણ ચૂંટણી. બાંગ્લાદેશની ચૂંટણીમાં શેખ હસિના અને તેના સમર્થકોએ ૨૯૮ માંથી ૨૮૨ બેઠકો મેળવી. શેખ હસિના પાંચમી વખત વડાપ્રધાન બન્યા. ફ્રાંસમાં ગ્રેબિયલ અટલ નવા વડાપ્રધાન બન્યા.

ઈરાનના હુમલાથી પાકિસ્તાન હતાશ. રાજદૂતને પરત બોલાવી લીધા. પાકિસ્તાને ઈરાન પર મિસાઈલ દાગી, નવના મોત થયા.

જાપાન ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિગ કરનારો વિશ્વનો પાંચમો દેશ બન્યો. મૂન સ્નાઈપરનું સફળતાપૂર્વક લેન્ડિગ. ઈલોન મસ્કના ''બ્રેન-ચિપ સ્ટાર્ટઅપ'' ન્યૂરાલિન્કે માણસના મગજમાં ચિપ લગાવવામાં પ્રથમવાર સફળતા મળી. માત્ર વિચાર કરવાથી મોબાઈલ અને કમ્પ્યુટર ચલાવી શકાશે. જર્મનીએ સિટિઝનશિપના નિયમો હળવા કર્યા, હવે ૫ વર્ષમાં નાગરિક્તા. જાસુસીના આરોપ બદલ અમેઝોનને ૨૯૦ કરોડનો દંડ.

ફેબ્રુઆરી

અબુધાબીમાં સૌ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. પોપ સિંગર સ્વિકટ ટેલરે ચોથી વખત આલ્બમ ઑફ ધ યરનો ગ્રેમી એવોર્ડ મેળવીને ઈતિહાસ રચ્યો.

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ. નેશનલ એસેમ્બલીમાં ૩૩૬ સીટમાંથી ૨૬૬ સીટ માટે મતદાન યોજાયું. ૫૧૨૧ ઉમેદવારો, ૪૪ રાજકીય પક્ષો, ૩ સૌથી મોટા પક્ષો. જેમાં શરીફને PMLM પક્ષ, ભૂટ્ટો ઝરદારીનો PPPપક્ષ, ઈમરાનખાનનો PTI પક્ષ. છુટ્ટી-છવાઈ હિંસાની ઘટનાઓ વચ્ચે ૫૦ % મતદાન કર્યું. 

વસંત પચંમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.એ.ઈ.માં અબુધાબી ખાતે ૭૦૦ કરોડના ખર્ચ તૈયાર સૌ પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કર્યું. સાત શિખરવાળું પ્રથમ મંદિર બન્યું. મંદિરમાં રામાયણ, શિવ પુરાણની સમગ્ર કથા ચિત્ર સ્વરૂપે કંડારાયેલી છે. નાગરશૈલીનું બાંધકામ છે.

ઈરાક અને સીરિયામાં ૮૫ ઠેકાણાં પર અમેરિકાના હવાઈ હુમલાઓ. ૧૮ ના મોત. 

બીબીસીના ચેરમેન તરીકે સૌ પ્રથમવાર ભારતીય મૂળના ડૉ. સમીર શાહની વરણી થઈ.

માર્ચ

પાકિસ્તાનમાં અનેક મડાગાંઠ પછી શાહબાઝ શરીફે નવા વડાપ્રધાન તરીકેની બાગડોર સંભાળી. રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી ઝરદારીની ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે વરણી થઈ. નવાઝ શરીફને લંડન જતા રહેવા પાકિસ્તાન આર્મીનો આદેશ.

રશિયામાં પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ. પુટિન સામે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. વ્લાદિમીર પુટિન પ્રમુખ તરીકે પુનઃ ચુંટાયા. ૭૧ વર્ષના પુટિનને ૮૭ % થી વધુ મત મળ્યા. મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગ થયું. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા ૧૪૩ ના મોત થયાં. હોલમાં બાળકો સહિત ૬૨૦૦ લોકો હતા. પાંચ હુમલાખોરો ત્રાટક્યા હતા. જેમાંથી ચાર ઝડપાયા. આઈએસએ - મોસ્કો હુમલાના જવાબદારી સ્વિકારી.

ગાઝામાં લોટ લેવા માટે કતારમાં ઊભેલા લોકો પર ઈઝરાયલનો હુમલો, ૧૦૪ ના મોત થયાં. ગાઝામાં ઘણા લોકો ઘાસની રોટલી ખાવા મજબૂર. અડધાથી વધુ ગાઝામાં ભૂખમરાનું સંકટ, બ્રિટને ૧૦ ટન રાહત સામગ્રી મોકલી.

એપ્રિલ

કુત્રીમ વરસાદના પ્રયોગના કારણે યુ.એ.ઈ.માં આફત સર્જાઈ. ૭૫ વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ નોંધાયો. દુબઈ તો જળબંબાકાર, ૨૪ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ વરસ્યો, એરપોર્ટ, રસ્તા પર પૂર આવ્યું. ઓમાનમાં પણ ભારે વરસાદ, પાકિસ્તાનમાં ભયંકર વરસાદ પૂરથી ૫૦ના મોત થયાં. ગલ્ફ દેશોમાં સર્વત્ર વરસાદે તારાજી સર્જી.

બ્રિટનમાં ૨૦૦૯ પછી જન્મેલા લોકો ધૂમ્રપાન નહીં કરી શકે. કડક કાયદો બનાવ્યો. બ્રિટન બન્ને વિશ્વયુદ્ધમાં લડેલા ૪૦ લાખથી વધુ ભારતીય સૈનિકોને દર વર્ષે શ્રધ્ધાંજલિ આપશે.

માલદિવની સંસદ મજલિસની ૯૩ સીટ માટે ચૂંટણી થઈ. જેનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મૂઈ જજુની પીપુલ્સ નેશનલ કોંગ્રેસ PNK એ ૬૮ સીટ સાથે બહુમતી મેળવી.

અમેરિકન વિજ્ઞાાનીઓએ પૃથ્વીના પેટાળમાં ૭૦૦ કિ.મી. નીચેથી મહા સમુદ્ર શોધી કાઢ્યો. ભારતના ડૉ. આરોહી બરજાત્યા નાસાના પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યા.

ગોડ પાર્ટીકલના શોધક પીટર હિગ્સનું ૯૪ વર્ષની વયે અવસાન

મે

ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાઈસી, વિદેશમંત્રી હુસેન અમીર, પૂર્વીય અઝરબેજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમાન સહિત નવ લોકોને લઈ જતું હેલિકોપ્ટર અઝર બૈઝાનની સરહદ નજીક જોલ્ફામાં ક્રેશ થતાં તમામના આ દુર્ઘટનામાં મોત થયાં. 

ઈઝરાયલે રફાહ રાહત કેમ્પ પર ૯૦૦ કિલોનો બોમ્બ ફેંક્યો. ૪૫ લોકોના મોત.

ફ્રાન્સમાં વિદેશી દંપતીના બાળકોને જન્મથી નાગરિકતા નહીં મળે. બેલ્જિયમ સેક્સ વર્કસને પેન્શન અને રજા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો. સાઉદી પ્રિન્સના ડ્રીમ પોજેક્ટ ''નયોમ''નો વિરોધ કરનારાઓને ગોળી મારવાનો આદેશ. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને સપ્તાહમાં ૨૪ કલાક જ નોકરીની મંજૂરી મળી.

દુબઈમાં બ્રાઝિલમા ભારે વરસાદે તબાહી મચાવી, સર્વત્ર જળબંબાકાર, સંખ્યાબંધ ફલાઈટ રદ. હોલીવુડ અભિનેતા બર્નાડ હિલાદું ૭૯ વર્ષની વયે અવસાન.

જૂન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ્મની મામલે ન્યૂયોર્કની કોર્ટે દોષિત ઠેરવ્યા. અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ પૂર્વ રાષ્ટ્રપતિને દોષિત ઠેરવાયા. ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી શકશે પણ મતદાન કરી શકશે નહીં. અમેરિકામાં ગર્ભપાત પર પ્રતિબંધનો વિરોધ વધ્યો.

ઈટાલીમાં G-7 સમિટ યોજાય. ભારતના વડાપ્રધાન મોદીએ પણ ભાગ લીધો. પોપફ્રાન્સિસ G-7 ને સંબોધન કરનાર પ્રથમ ખ્રિસ્તી ધર્મગુરૂ બન્યાં. 

યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીએ હાઈ બ્લ્ડ પ્રેશર માપવાના બેઝ લાઈન બદલી હવે બ્લડ પ્રેશર ૧૪૦/૯૦ નોર્મલ ગણાશે. બ્રિટનમાં દુનિયાની પ્રથમ છૈં સૌંદર્ય સ્પર્ધા યોજાયી.

જર્મનીના શહેરમાં પુરના પાણી ઘૂસ્યા. જર્મનીમાં વિનાશક પૂરથી ૧૮૦૦૦ કરોડનું નુકસાન તો મક્કા, પાકિસ્તાન, અમેરિકામાં ભયંકર ગરમી. મક્કામાં પારો ૫૨ ડિગ્રીએ, ૬૪૫ના મોત થયા.

ચન્દ્ર પરથી ધરતીની તસ્વીરો લેનાર બિલ એન્ડર્સનું પ્લેન ક્રેસમાં મોત થયું.

જુલાઈ

મોરક્કોની કિન્જા બેલી વિશ્વની પ્રથમ ''મિસ  AI  '' બની. પેરિસમાં ઓલિમ્પિક ગેઈમ્સ ત્રીજી વખત યોજાયો. વિશ્વની વસ્તી ૮૧૨ કરોડ થઈ !

અમેરિકાના પેન્સિલવેનિયામાં ૭૮ વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાંજના સમયે ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેને નિશાન બનાવતા ટ્રમ્પ ચેતી ગયા અને નીચે નમી જતા તેમના જમણા કાનને વીંધીને ગોળી નીકળી ગઈ. લોહીલુહાણ થયા. હાલના અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડેન રાષ્ટ્રપતિની રેસમાંથી દૂર થવાનો નિર્ણય જાહેર કર્યો. કમલા હેરિસ ઉમેદવાર બનશે. હવે ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ટક્કર નક્કી થઈ. બ્રિટનમાં હાઉસ ઓફ કોમન્સની ૬૫૦ બેઠકો માટે મતદાન થયું. કીટ સ્ટાર્મરની લેબર પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો. બાંગ્લાદેશમાં ''નોકરીઓમાં અનામત'' મુદ્દે હિંસક દેખાવો થયા.  

નેપાળમાં કે. પી. શર્મા ઓલીએ ચોથી વખત નેપાળના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા.

ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી પાર્ટીને વધુ સીટ, ૬૬ વર્ષ પછી કોઈ પક્ષને બહુમતી નહીં. પરિણામ બાદ પેરિસમાં ડાબેરી સમર્થકો હિંસક બન્યા. પેરિસ સહિત ૧૦ શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા.

ડેન્માર્ક અને જર્મની વચ્ચે વિશ્વની સૌથી લાંબી અન્ડરવોટર રેલ-રોડ ટનલ નાટો દેશોએ ૭૫મી વર્ષગાંઠ ઉજવી.

ઓગષ્ટ

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલને બાંગ્લાદેશને ભડકે બાળ્યું. વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું માંગ્યું, ૫૦ જીલ્લામાં હસીનાની પાર્ટીની ઓફિસમાં તોડફોડ કરાઈ આખરે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને વડાપ્રધાન ૫૧ છોડવું પડયું. ભાગીને ભારતમાં આવ્યા. દેખાવકારો વડાપ્રધાનના આવાસમાં ઘૂસ્યા, લૂંટ ચલાવી રાચરચીલુ, ફર્નિચર, કપડા, ખાવાનું બધું લૂંટી ગયા, તોડફોડ કરી. નોબેલ વિજેતા મુહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા બન્યા. 

તહેરાનમાં થયેલ એક સ્ટ્રાઈકમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું ૧૫૦ કમાન્ડોના પહેરા વચ્ચે માત્ર ૧૦ સેકન્ડમાં ઠારથી અવસાન થયું. મોસાદે બે ઈરાની એજન્ટો પાસે બોમ્બ મુકાવી હાનિયાને ઉઠાવ્યાનો ખુલાસો કર્યો. ગાઝા-નમાઝ અદા કરી રહેલા લોકો પર ઈઝરાયલનો હુમલો - ૧૦૦ થી વધુના મોત થયા.

રશિયા-યુક્રેનના યુદ્ધના ૯૦૦ દિવસ પુરા થયા. વડાપ્રધાન મોદીએ પોલેન્ડની મુલાકાત લીધી.

અમેરિકામાં કમલા હેરિસ પ્રમુખ પદ માટે ડેમોકેટિક પાર્ટીના સત્તાવાર ઉમેદવાર ટીમ વોલ્ટેજ ઉપપ્રમુખના ઉમેદવાર દ.કોરિયામાં ઘટતો જન્મદર, વૃદ્ધોની વધુ વસ્તી પડકાર.

સપ્ટેમ્બર

ચીન, અમેરિકામાં વિવિધ વાવાઝોડાઓનો મહિનો રહ્યો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિનાના છેલ્લા સપ્તાહમાં અમેરિકાનો ત્રણ દિવસનો પ્રવાસ કર્યો, વિલમિંગ્ટનમાં આયોજીત કવાડ સમિતિમાં હાજરી આપી.

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ૭૫ % મતદાન થયું. પ્રથમ વખત ડાબેરી નેતા અનુરાકુમારા દિસાનપકે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. છ વખત વડાપ્રધાન રહી ચૂકેલા રાનિલ વિક્રમસિંઘ ત્રીજી વખત ચૂંટણી હાર્યા.

લેબનોન-સિરિયામાં નેટવર્ક હેક કરી ૧૦૦૦ થી વધુ પેજરમાં સિરિયલ બ્લાસ્ટ કરાયો, ૮ ના મોત, ૨૭૦૦ થી વધુ ઘાયલ થયા. પેજર બાદ વોકી-ટોકી સહિતની ડિવાઈસોમાં બ્લાસ્ટ, ૧૨ ના મોત, હજારો ઘાયલ, મોસાદે પેજર કંપની ખરીદી ઇઘઠ ફિટ કરેલા પેજર લેબનોનને સપ્લાય કર્યા હતા. હિઝબુલ્લાહના ૧૪૦ રોકેટ માર્યા બાદ લેબનોન પર ઇઝરાયેલની એરસ્ટ્રાઈક, એરસ્ટ્રાઈકમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાને ઉડાવી દીધો. હિઝબુલ્લાના ડેપ્યુટી હેડને પણ ઉડાવી દેવામાં આવ્યા. નેપાળમાં પૂર, ભૂસ્ખલનથી લોકોના ૧૪૮ના મોત.

ઓક્ટોબર

ઈઝરાયેલ ટેકનોલોજી અને ઈન્ટેલિજન્સીની મદદથી હિઝબુલનો ખાત્મો કર્યો, ઈરાનના ૨૦ સ્થળોએ બોમ્બારો કર્યો. વિશ્વમાં દોઢ કરોડ લોકો યુદ્ધના ઓથાર હેઠળ ૪૨૦૦૦ ના મોત થયા. યુક્રેનએ ૧૦૦૦ કરોડના રડારને ઉડાવી દેતા રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી.

ઈરાનની નરગીસ મોહમ્મદાને નોબેલ શાંતિ પુરસ્કાર (૨૦૨૩) તેને છ મહિનામાં વધુ જેલ થઈ. દ.કોરિયાની લેખિકા હાનકાંગને સાહિત્યનું નોેબેલ, જાપાની સંગઠન નિહોન હિડાન્કયોને નોબેલ શાંતિ પુરસ્કાર, જેડ્ડી ઈ. હિન્ટન અને રોયશિલ્ડને ફિઝિરસનુ, વિકટર એમ્બોસ વેચી.

નવેમ્બર

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર, પૂર્વ રાષ્ટ્રપતિ, સૌથી વધુ ૭૮ વર્ષની વયના અને સજા પામેલ રાષ્ટ્રપતિ એવા ડૉનાલ્ડ ટ્રમ્પ ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે ૪ વર્ષના વિરામ બાદ બીજી વખત ચૂંટાઈ આવ્યા. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને તેમણે પરાજીત કરી સેનેટમાં બહુમતી મેળવનાર ટ્રમ્પ ૧૪ વર્ષ પછી પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ભારતીય મૂળના છ નેતાઓ પણ જીત્યા. અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર ચીફ ઓફ સ્ટાફના પદ પર એક મહિલા તરીકે ૬૭ વર્ષના સુસીવિલ્સની નિમણુંક કરાઈ. તેમજ અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર સૌથી યુવાન એવા માત્ર ૨૭ વર્ષની કેરોલીન લેવિટની પ્રેસ સેક્રેટરી તરીકે નિમણુંક કરાઈ. તુલસી ગર્બાડને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેકટર તરીકે નિયુક્ત કર્યા. મૂળ ભારતીય કાશ પટેલ સી.આઈ.એ.ના વડા બન્યા.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની ઉપસ્થિતિનો સ્વિકાર કર્યો. કેનેડા સરકારે ફોરેન સ્ટુડન્ટસ માટેનો ''ફાસ્ટ ટ્રેક વિઝા'' પ્રોગ્રામ તત્કાળ અસરથી બંધ કર્યો.

યુક્રેનના પાવરગ્રિડ પર રશિયાની સૌથી મોટી સ્ટ્રાઈક. અડધુ વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત.

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂન્વાના કુર્રમ જિલ્લામાં મોટો આતંકી હુમલો, ૮૭ ના મોત.

બાંગ્લાદેશમાં ૯૦ % મુસ્લિમો હોવાથી બંધારણમાંથી ''ધર્મ નિરપેક્ષ'' શબ્દ દૂર કરવા તેમજ શેખ મુજીબુર રહેમાનની રાષ્ટ્રપતિની ઉપાધીને હટાવવાનો પ્રસ્તાવ. હિન્દુઓ ભયભીત સ્થિતિમાં, ઈસ્કોન પર હુમલો, બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો બાંગ્લાદેશ હાઈકોર્ટનો ઈન્કાર.

મલેશિયામાં પૂરે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો, ૮૪૦૦૦ લોકો બેઘર થયા. સ્પેનમાં પડકારતું સૌથી ભયાનક પૂર ૧૬૦ મોત.

ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નાની વયના પર સોશિયલ મિડિયાના પ્રતિબંધ આયા. પ્રથમ દેશ બ્રિટનની સમંત્થ હાર્વેએ બુકર પ્રાઈઝ જીત્યું. ડેન્માર્કની થેલવીગ મિસ યુનિવર્સ બની.

ડિસેમ્બર

ટ્રમ્પ બીજીવાર ટાઈમ પર્સન ઓફ ધ યર બન્યા. બ્રેન રોટ (મગજનો સડો) ઓક્સફર્ડ વડે ઓફ ધ યર જાહેર થયો. સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અશદના પરિવારનું ૫૦ વર્ષનું શાસન ખતમ થયું. ૧૪ વર્ષથી ગૃહ યુદ્ધ સહન કરી રહેલા સીરિયામાં નવા યુગની શરૂઆત થઇ. અસદના આંતકનો અંત આવ્યો, બશર પરિવાર સાથે રશિયા ભાગ્યા, બળવાખોરોએ પ્રમુખનો મહેલ લૂંટયો. બશરે ૨૪ વર્ષ ક્રુર શાસન કર્યું. તેની પાસે ૨૦૦ ટન સોનું ૧,૮૦ લાખ કરોડ રોકડા મળ્યા. અસદનું સ્લોટર હાઉસ ૭૨ યાતનાઓથી દોઢ લાખ લોકોને માર્યા.

દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ યુન સુક પોલે એ ડિસેમ્બર માસના પ્રારંભે માર્શલ લૉ લાગુ કર્યો. વિરોધ વધતા થોડા દિવસમાં જ લૉ પાછો કેંચ્યો. લોકો રસ્તા પર ઉતર્યા. માર્શલ લૉ લાગુ કરનાર યુન સુક યોલને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ૨ ક્રિમિનલ કેસમાં દોષિત જાહેર કરાયેલ તેમના પુત્ર હન્ટર બાઈડેન અને અન્ય ૨૬ની સજા માફ કરવાની જાહેરાત કરી. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ઇસ્કોન મંદિર પર હુમલો કરી મૂર્તિઓ તોડી આગ ચાંપી. હિન્દુ ઘરો પર હુમલાઓ થયાં. સેંકડો પરિવારોએ હિજરત કરી ચિન્મય પ્રમુખની ધરપકડ પછી તેમના શિષ્યની ધરપકડ કરાઈ.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ જારી

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ત્રીજા વર્ષે પણ ભીષણ હુમલાઓ સાથે જારી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત લાખના મૃત્યુ, એક લાખથી વધુ ઘાયલ અને ૩૦ અબજ ડોલરથી વધુ જાનમાલનું નુકશાન થયું છે. જો કે રશિયાએ યુક્રેનનો ઘણો હિસ્સો કબજે કરવામાં સફળતા મેળવી છે.

ઇઝરાયેલનો પેજર અને વાકી ટોકી બ્લાસ્ટ

લેબનોન અને સિરિયામાં વારાફરતી બે દિવસમાં વિશ્વમાં પહેલી વખત મોત અને દહેશત ફેલાવવાનો નવો મોરચો ઇઝરાયેલે ખોલ્યો. હિઝબુલ્લા જૂથની ઓફિસના સભ્યોનાં પેજરમાં અને બીજી દિવસે વોકિ ટોકીમાં બ્લાસ્ટ કર્યોં. લેબનોન અને સિરિયામાં બનેલ આ ભેજાબાજ હુમલાને લીધે કુલ ૬૦ વ્યક્તિઓએ જાન ગુમાવ્યો, ૫૦ ઘાયલ થય. 

બાંગલા દેશમાં કટ્ટરપંથીઓ દ્વારા ત્યાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર અને હત્યા 

બાંગલા દેશમાં કટ્ટરપંથીઓ દ્વારા ત્યાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર અને હત્યાનો સિતમ ગુજારવામાં આવી રહ્યો છે. ઘર અને દુકાનો સળગાવવા ઉપરાંત હત્યાનો દોર પણ જારી રાખ્યો છે એટલું જ નહી ઈસ્કોન સહીત હિન્દુ મંદિરોની તોડફોડ કરી પુજારીઓને પણ ફટકાર્યા હતા ઈસ્કોનના પુજારીની ધ પકડ કરવામાં આવી ત્યારે હિન્દુઓ તેના સમર્થનમાં ઉતરી આવ્યા હતાં.


શ્રધ્ધા સુમન

(૨૯ મે ૧૯૨૯ - ૮ એપ્રિલ ૨૦૨૪)

પીટર હિગ્સ : ગોડ પાર્ટીકલના શોધકનું એપ્રિલ મહિનામાં નિધન થયું હતું


(૧૭ ડિસેમ્બર ૧૯૪૪ - ૫ મે ૨૦૨૪)

બનાર્ડ હિલ : હોલિવુડ અને બ્રિટીશ

અભિનેતાનું  મે મહિનામાં નિધન થયું હતું


(૧૭ ઓક્ટોબર ૧૯૩૩ - ૭ જુન ૨૦૨૪)

વિલ્યમ એન્ડર્સ : એપોલો ૮ના અવકાશયાત્રી  જેણે ચન્દ્ર પરથી ધરતી પર સૌપ્રથમ તસ્વીર મોકલી હતી


(૧૭ જુન ૧૯૨૯ - ૪ નવેમ્બર ૨૦૨૪)

સ્વીડનની કિકી હેકન્સન 

પ્રથમ મિસ વર્લ્ડ બની હતી (૧૯૫૧)


Google NewsGoogle News