'તે મારા ઈશારે ચાલતો, હું ઈચ્છું એમ નચાવતી...' મસ્કની 13મા બાળકની માતાનો દાવો
Elon Musk: ટેક દિગ્ગજ ઈલોન મસ્ક ફરી એકવાર વિવાદોમાં છે. અમેરિકાની પ્રસિદ્ધ ઈન્ફ્લુએન્સર એશલે સેન્ટ ક્લેયરે દાવો કર્યો છે કે, તેણે મસ્કના બાળકને જન્મ આપ્યો છે, પરંતુ મસ્કે આ વાત દુનિયાથી છુપાવી છે. યુવતી આ દાવા સાથે કોર્ટ સુધી પહોંચી છે. પરંતુ મસ્કે આ મામલે કોઈ ખુલાસો આપ્યો નથી. તેમજ બાળક પોતાનું હોવાની વાત પણ સ્વીકારી નથી. એશલેના આ દાવા વચ્ચે એક મોટો ખુલાસો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલી એશલે સેન્ટના અંગત લોકોએ જણાવ્યું છે કે, એશલે સેન્ટેએ પોતાના નજીકના મિત્ર વર્તૂળમાં કહ્યું હતું કે, તે ઈલોન મસ્ક પર સંપૂર્ણપણે કંટ્રોલ મેળવી શકે છે. તે તેને કંઈપણ રિટ્વિટ કરવા માટે રાજી કરી શકે છે. મસ્કને પોતાની આંગળીઓના ઈશારે નચાવી શકે છે. આ દાવાથી સૌ કોઈ હેરાન થયા હતાં.
ગોલ્ડ ડિગર બનવા માગતી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર, ક્લેયર પોતાના મિત્રો સાથે અંતર જાળવી મસ્કને પોતાના કાબૂમાં કરવાનો પ્રયાસ કરવા લાગી. તે માત્ર ગોલ્ડ ડિગર બનવા માગતી હતી. મસ્કની નજીક પણ તે એટલા માટે જ ગઈ હતી. એશલે સેન્ટેએ મેનહટ્ટન સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે, ઈલોન મસ્ક તેના પાંચ મહિનાના બાળકનો પિતા છે. બાળકની કસ્ટડી તેમજ મસ્ક વિરૂદ્ધ ડીએનએ ટેસ્ટિંગ માટે માગ કરી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સૈન્યના વાહન પર મોટો આતંકી હુમલો, હુમલાખોરો જંગલમાં ફરાર
ઈલોને પરિવારની તસવીર મૂકી
ઈલોન મસ્કે આ વિવાદો વચ્ચે પોતાની વર્તમાન પાર્ટનર અને ત્રણ બાળકોની માતા શિવોન જિલિસ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં પ્રેમભર્યો સંદેશ પણ લખ્યો છે. ઈલોનના આ પગલાંથી સોશિયલ મીડિયા યુઝર્સમાં સત્ય જાણવાની રૂચિ વધી છે.
નવજાત બાળક સાથે ઈલોનની તસવીર
કોર્ટમાં એશલેએ રજૂ કરેલા પુરાવાઓમાં એક તસવીર સામેલ છે. જેમાં ઈલોન મસ્ક એક નવજાત બાળકને ખોળામાં લઈને બેઠો છે. મસ્ક અને એશલેની કથિત ચેટ પણ રજૂ કરવામાં આવી છે. જેમાં મસ્કે બાળકના જન્મ બાદ પૂછ્યું હતું કે, બધુ યોગ્ય છે ને...
ઈલોન મસ્ક 12 બાળકોનો પિતા
ઈલોન મસ્ક ત્રણ પત્નીઓ થકી 12 બાળકનો પિતા છે. પહેલી પત્નીના કુલ છ બાળક છે. બીજી અને ત્રીજી પત્ની દ્વારા તે ત્રણ-ત્રણ બાળક ધરાવે છે. હવે જો એશલેનો દાવો સાચો ઠરે તો વિશ્વના અબજોપતિ બિઝનેસમેન ઈલોન 13 બાળકનો પિતા બનશે.