હીઝબુલ્લાહ નેતા રહિત બની જતાં તેની ધાક રહી નથી તેથી ઈરાન એ-બોમ્બ બનાવે તેવી ભીતિ
- નસરૂલ્લાહનું બોમ્બ વર્ષાથી મૃત્યુ થતાં
- ઈરાનનાં પીઠબળવાળા હીઝબુલ્લાહે હુમલાઓ કરી 60,000 જેટલા યહુદીઓને ઉ.ઈઝરાયેલમાંથી વિસ્થાપિત કર્યા છે
નવી દિલ્હી : ઈઝરાયલે ગત સપ્તાહે કરેલી બોમ્બ વર્ષામાં હીઝબુલ્લાહના નેતા નસરૂલ્લાહની હત્યા કરતાં આ ખતરનાક ત્રાસવાદી જૂથ હીઝબુલ્લાહ હવે નેતા રહિત બની ગયું છે. પૂર્વે ઉત્તર ઈઝરાયલ પર હીઝબુલ્લાહે શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કરી ૬૦,૦૦૦થી વધુ યહૂદીઓને તેમણે તે વિસ્તારમાંથી વિસ્થાપિત કરી નાખ્યા હતા.
આ બધાનો સૂત્રધાર અને રણનીતિકાર નસરૂલ્લાહ જ હતો.
આ નસરૂલ્લાહ સૌથી બળવાન આતંકી જૂથ હીઝબુલ્લાહનો નેતા હોવાથી અન્ય નાના આતંકી જૂથો પણ તેને અનુસરતા હતાં. હવે તેમને નેતૃત્વ આપનારૂં કોઈ રહ્યું નથી. હીઝબુલ્લાહ તેમજ હમાસના નેતાની પણ હત્યા થઈ હોવાથી મધ્યપૂર્વમાં વંટોળ સર્જવાની તેની તાકાત લગભગ તૂટી ગઈ છે. તે હતાશ પણ થઈ ગયું છે. આ હતાશાએ તેને ઝનૂની બનાવી દીધું છે. તે જીવ ઉપર આવી ગયું છે. (ફ્રસ્ટરેશ હેઝ લેડ ઈટનું ડેસ્મોશન) આથી ઘણા વિશ્લેષકો માને છે કે ઈરાન હવે એટમ બોમ્બ બનાવવા તરફ વળશે જ.
એક માહિતી પ્રમાણે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે. હવે માત્ર થોડી જ પ્રક્રિયા બાકી છે.