અરૂણાચલ ભારતનો અભિન્ન ભાગ છે : અમેરિકા : આથી ચીનને મરચા લાગ્યાં છે
- ચીનના આ કૃત્રિમ દાવાનો ભારત સતત વિરોધ કરી રહ્યું છે : અમેરિકાએ ભારતને પુષ્ટિ આપી છે
વોશિંગ્ટન : અરૂણાચલ પ્રદેશ અંગે ચીનના કૃત્રિમ દાવાની ટીકા કરતાં સ્પષ્ટત: કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે. આ રીતે અમેરિકાએ અરૂણાચલ પ્રદેશ પરના ભારતનાં સાર્વભૌમત્વનો અધિકાર સ્વીકાર્યો છે. પરંતુ તેથી ચીન નારાજ થઈ ગયું છે. તેણે ત્રિવિષ્ટપ (તિબેટ)ને જીજાંગ તેવું નામ આપ્યું છે અને અરૂણાચલ પ્રદેશને તે દક્ષિણ જિજાંગ કહે છે. આ સપ્તાહના પ્રારંભમાં ચીનનાં સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા વરિષ્ટ કર્નલ ઝાંગ શિયાઓગાંગે કહ્યું હતું કે, જીજાંગ તો દક્ષિણનો ભાગ છે. અને તેથી અરૂણાચલ પ્રદેશને દક્ષિણ જિજાંગ કહે છે. તેને જીંગનામ તેવું નામ પણ આપ્યું છે.
તેમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશમાં ૧૩ હજાર ફીટની ઉંચાઈએ ભારતે નિર્માણ કરેલી સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી આ સુરંગથી દરેક ઋતુમાં અરૂણાચલમાં તવાંગ સાથે દરેક ઋતુમાં સંપર્ક સ્થાપી શકાશે અને સૈનિકોની આવન-જાવન સરળ બનશે.
બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રાલયના નાયબ પ્રવકતા વેદાંત પટેલે બુધવારે દૈનિક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમેરિકા અરૂણાચલ પ્રદેશને ભારતના જ ભાગ તરીકે માન્યતા આપે છે અને આ ક્ષેત્રમાં અન્ય દેશની ઘૂસણખોરીનો વિરોધ કરે છે.
સહજ છે કે અમેરિકાના આ કથનથી ચીન ગિન્નાયું છે.