રશિયા અને યુક્રેન યુધ્ધ માટે હથિયાર બનાવતી કંપનીઓ પણ એટલી જ જવાબદારઃ પોપ ફ્રાન્સિસ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
રશિયા અને યુક્રેન યુધ્ધ માટે હથિયાર બનાવતી કંપનીઓ પણ એટલી જ જવાબદારઃ પોપ ફ્રાન્સિસ 1 - image


Image Source: Twitter

વેટિકન, તા. 24 સપ્ટેમ્બર 2023

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને લઈને ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

તેમણે કહ્યુ છે કે, દુનિયાભરમાં ચાલતો હથિયારો બનાવવાનો ઉદ્યોગ યુક્રેન અને રશિયા યુધ્ધ  માટે જવાબદાર છે. જો હથિયારો બનાવવાનુ બંધ પણ થઈ જાય તો મારુ આ દુખ સમાપ્ત નહી થાય.

ફ્રાંસની મુલાકાત બાદ પાછા આવી રહેલા પોપ ફ્રાન્સિસને રશિયા અને યુક્રેન યુધ્ધને લઈને સવાલ પૂછાયો હતો ત્યારે તેમણે સ્વીકાર્યુ હતુ કે, વેટિકન દ્વારા આ બંને દેશો વચ્ચેનો ટકરાવ વાતચીતથી ખતમ કરવા માટેના થયેલા પ્રયાસોને સફળતા મળી નથી.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે ,દુનિયામાં હથિયારો બનાવતી કંપનીઓનો આ યુધ્ધ પાછળ હાથ છે. હથિયારોના કારણે યુક્રેનના લોકો શહીદ થઈ રહ્યા છે. શરુઆતમાં ઘણા દેશોએ યુક્રેનને હથિયારો પૂરા પાડ્યા હતા પણ હવે આ જ દેશો હથિયારો પાછી લઈ રહ્યા છે.

પોપ ફ્રા્ન્સિસના નિવેદનને યુરોપિયન દેશ પોલેન્ડની જાહેરાત સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યુ છે. તાજેતરમાં જ પોલેન્ડે કહ્યુ હતુ કે, હવે અમે યુક્રેનને વધારે હથિયારો નહીં આપીએ.

પોપ ફ્રાન્સિસ પહેલેથી જ શસ્ત્રો બનાવતી કંપનીઓનો વિરોધ કરતા આવ્યા છે. આવી કંપનીઓને તે મોતના સોદાગર પણ ગણાવી ચુકયા છે. તેમણે કહ્યુ હતુ કે, કેટલાક દેશો હવે યુધ્ધ માટે હથિયાર પૂરા પાડવાથી બચી રહ્યા છે .



Google NewsGoogle News