Get The App

ભારતની બાજુમાં જ એક નવો દેશ બનશે! મ્યાનમારમાં બળવાખોરોની સેના જીત તરફ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ભારતની બાજુમાં જ એક નવો દેશ બનશે! મ્યાનમારમાં બળવાખોરોની સેના જીત તરફ 1 - image


Myanmar Arakan Army : ભારતના પડોશી દેશ મ્યાનમારમાં બળવાખોરો ભારે ધમાસાણ મચાવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, યુનાઈટેડ લીગ ઑફ અરાકાન (ULA) અને તેઓની લશ્કરી શાખા અરાકાન આર્મી એક સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે, તેથી આ લક્ષ્ય સુધી પહોંચવાની તૈયારીમાં છે. આ જ ક્રમમાં અરાકાન આર્મીએ મ્યાનમાર યુનિયનના રખાઈન (અગાઉ અરાકાન) રાજ્યના 18માંથી 15 શહેરો પર કબજો કરી લીધો છે. 

રખાઈન રાજ્યના 15 શહેરો પર અરાકાન આર્મીનો કબજો

આમ રખાઈન રાજ્યના 15 શહેરો પર કબજો કર્યા બાદ હવે માત્ર ત્રણ શહેરો અરાકાન આર્મીના હાથમાં આવવાના બાકી છે. હાલ આ ત્રણ શહેરો મ્યાનમાર (બર્મા)ની સેનાના હાથમાં છે. આ ત્રણ શહેરોની વાત કરીએ તો, આમાંથી એક સ્થળ બંગાળની ખાડી પાસેનું સિત્તેવ બંદર છે. આ પોર્ટને કલાધન મલ્ટિમોડલ પ્રોજેક્ટ હેઠળ ભારતે (India) ફાઈનાન્સ કર્યું છે. જ્યારે બીજું સ્થળ ચીન (China)ની મદદથી બનેલા ક્યાઉકફ્યૂ પોર્ટ છે, જ્યારે ત્રીજા સ્થળ મુઆનાંગ શહેર છે.

આ પણ વાંચો : H1B વિઝાને લઈને વધી રહી છે ભારતીયોની મુશ્કેલી? વિરોધમાં એક થઈ ગયા દક્ષિણ અને વામપંથી

બાંગ્લાદેશ પાસેની સરહદ પર અરાકાન આર્મીનો કબજો

બળવાખોર અરાકાન આર્મીએ વર્ષ 2024ના છેલ્લા દિવસે ગ્વા શહેર પર કબજો કર્યો હતો. આ શહેર રણનીતિ દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તે પશ્ચિમી સૈન્યના પ્રાદેશિક કમાન્ડનું મુખ્ય મથક છે. થોડા દિવસ પહેલા આર્મીએ માઉંગડૉ નગરને સેનાના હાથોમાંથી છિનવી લીધું હતું. આ સાથે બાંગ્લાદેશ (Bangladesh)ને અડીને આવેલી સરહદ પર અરાકાન આર્મીએ સંપૂર્ણ કબજો મેળવી લીધો છે.

...તો ભારતના પડોશમાં નવા દેશનો જન્મ

જો બળવાખોર અરાકાન આર્મી રખાઈન શહેર પર કબજો કરવામાં અને સ્વતંત્રતની જાહેરાત કરવામાં સફળ થશે તો, બાંગ્લાદેશના જન્મ (1971) બાદ કોઈ અલગતાવાદી લશ્કરી અભિયાન પ્રથમવાર સફળ થયું હોવાનું ઈતિહાસમાં લખાશે. આ ઉપરાંત ભારતના પડોશમાં એક નવા દેશનો જન્મ થઈ શકે છે.

આ પણ વાંચો : દારૂ પીનારાઓને 5 પ્રકારના કેન્સરનું જોખમ, ભારતીય મૂળના અમેરિકન સર્જનના રિપોર્ટમાં મોટો દાવો


Google NewsGoogle News