Get The App

ટ્રમ્પને મોટો ઝટકો, અરબ દેશો ગાઝા અંગેનો પ્લાન સ્વીકારવા તૈયાર નથી, જોર્ડને ખરીખોટી સંભળાવી

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પને મોટો ઝટકો, અરબ દેશો ગાઝા અંગેનો પ્લાન સ્વીકારવા તૈયાર નથી, જોર્ડને ખરીખોટી સંભળાવી 1 - image
Image : 'X'

Arab countries reject Donald Trump's plan for Gaza : તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પ્લેન રજુ કર્યો હતો. જેને લઈને અરબ દુનિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ગેતે દુબઈમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં કહ્યું હતું કે, 'પેલેસ્ટિનિયનોને ગાઝા અને વેસ્ટ બેંકમાં વિસ્થાપિત કરવા એ અરબ દેશોને અસ્વીકાર્ય છે. અરબ દુનિયા છેલ્લા 100 વર્ષથી આ વિચાર સામે લડતા રહી છે.' આ સિવાય જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્રિતીયએ પણ ટ્રમ્પને સાથે બેઠકમાં જણાવ્યું હતું કે, 'મારો દેશ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવા અંગેના કોઈ પણ પ્રયાસને સ્વીકારશે નહીં. અમે માનવીય આધારે 2000 બિમાર બાળકોને શરણ આપીશું.' 

અરબ દેશોને ટ્રમ્પનો ગાઝા પ્લાન નામંજૂર 

કિંગ અબ્દુલ્લા દ્રિતીયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પર અમેરિકા નિયંત્રણ મેળવી શકે છે તેવું નિવેદન આપ્યું હતું અને ત્યાં એક પ્રવાસન સ્થળ બનાવવાની વાત કહી હતી. આ વાત પેલેસ્ટિનિયનોને પોતાના જ ઘરમાંથી બહાર કાઢી નાખવા માટેની છે. જે અરબ દેશોને કોઈ પણ સંગોજોમાં સ્વીકાર્ય નથી. ટ્રમ્પે બેઠકમાં કિંગ અબ્દુલ્લાને કહ્યું હતું કે, 'અમે ગાઝા પર નિયંત્રણ મેળવીશું અને તેને જાળવી રાખીશું. જો કે, હું વ્યક્તિગત રીતે ત્યાં કોઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરીશ નહીં.' 

કિંગ અબ્દુલ્લાએ હજુ રાહ જોવાનું કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવવાની કોશિશ કરતા કિંગ અબ્દુલ્લાહે કહ્યું હતું કે, ઈજીપ્ત આ મુદાને લઈને એક વ્યાપક યોજના બનાવી રહ્યું છે. આપણે રાહ જોવી જોઈએ કે ઈજીપ્ત શું પ્રસ્તાવ લાવે છે અને પછી અમે રિયાધમાં આ પ્રસ્તાવ અંગે ચર્ચા કરીશું.' ઈજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પણ ગાઝાનું પુનર્નિર્માણ કરવાનું સમર્થન કર્યું હતું. પરંતુ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવાની યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.

આ પણ વાંચો : 60 લાખની વસતી ધરાવતા દેશે ટ્રમ્પની ઠેકડી ઉડાડી, ગ્રીનલેન્ડના જવાબમાં કેલિફોર્નિયા ખરીદવા તૈયાર

ટ્રમ્પની જોર્ડનને મદદ રોકવાની ધમકી

હકીકતમાં જોર્ડનને અમેરિકા પાસેથી દર વર્ષે લગભગ 450 મિલિયન ડોલરની આર્થિક મદદ અને 350 મિલિયન ડોલરની સૈન્ય મદદ મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પ આ મદદને રોકવાની ધમકી આપીને જોર્ડન અને અન્ય અરબ દેશો પર દબાણ વધારી રહ્યા છે. જો કે, કિંગ અબ્દુલ્લાએ સંકેત આપ્યો છે કે, 'અમારા દેશનું વલણ મક્કમ છે.' હવે બધાની નજર આગામી રિયાધ બેઠક પર ટકેલી છે, જ્યાં ટ્રમ્પના આ વિવાદાસ્પદ પ્રસ્તાવ પર આરબ દેશો તેમની વ્યૂહનીતિ નક્કી કરશે.ટ્રમ્પને મોટો ઝટકો, અરબ દેશો ગાઝા અંગેનો પ્લાન સ્વીકારવા તૈયાર નથી, જોર્ડને ખરીખોટી સંભળાવી 2 - image



Google NewsGoogle News