Get The App

iPhone 15 ખરીદવા માટે તૂટી પડ્યા લોકો, દુબઈના મોલમાં મારામારી જેવા દ્રશ્યો સર્જાયા

હાલ લગભગ બધા દેશમાં iPhone 15 નો ક્રેઝ જોવા મળે છે

સોશિયલ મીડિયામાં હાલ એક મોલમાં લોકોની લાંબી લાઈનનો વિડીયો ખુબ જ વાઈરલ છે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News

iPhone 15 ખરીદવા માટે તૂટી પડ્યા લોકો, દુબઈના મોલમાં મારામારી જેવા દ્રશ્યો સર્જાયા 1 - image

લોન્ચ થયાની બાદ જ iPhone 15 હેડલાઈન્સમાં છે. તેને ખરીદવા માટે ગ્રાહકોમાં અદભૂત ક્રેઝ જોવા મળે છે. ભારત હોય કે દુબઈ, દરેક જગ્યાએ iPhone 15 સિરીઝ ખરીદવાની રેસ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો iPhone 15 સિરીઝ માટે એક મોલમાં પહોંચ્યા છે.

લોકો આઇફોન ખરીદવા ઉમટ્યા 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો દુબઈના એક મોલનો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તે બધા iPhone 15 સીરીઝ ખરીદવા માટે મોલમાં પહોંચી ગયા છે. ભીડ એટલી બધી છે કે મોલની સિક્યુરિટી પણ તેમને રોકી શકતી નથી. લોકો ખુબ ભીડ કરી રહ્યા છે અને જેમાં બધા પોતાની પાસે iPhone લેવા માટે પડાપડી કરી રહ્યા છે.

એક ટ્વીટર યુઝરે તો એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, iPhone 15 Pro Max ખરીદવા માટે દુબઈ મોલમાં ભાગદોડ થઇ હતી. હજારો લોકો Apple સ્ટોર પર પહેલા જવા માટે અને ફોન ખરીદવા માટે રાતથી રાહ જોવે છે. 

ભારતમાં iPhone 15 ખરીદવા માટે Apple સ્ટોરની બહાર લાગી ભીડ 

દુબઈની સાથે સાથે ભારતીય ગ્રાહકોમાં પણ iPhone 15 સીરીઝને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. દિલ્લી અને મુંબઈના Apple સ્ટોરમાં પણ ખુબ વધુ સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. 

નવા iPhone ની શું છે ખાસિયત ?


iPhone 15 સીરીઝ તેના દમદાર કેમેરા અને શાનદાર લૂક સાથે આવે છે.

એન્ડ્રોઇડ ફોનની સરખામણીમાં iPhoneની સિક્યુરિટી ખુબ જ સારી હોય છે. જેન કરને જ લોકો તેને ખરીદવા માટે આતુર રહે છે. કંપનીએ iPhone 15 ને 12 સપ્ટેમ્બરના રોજ Wanderlust ઇવેન્ટમાં લોન્ચ કર્યો હતો. 

iPhone 15 ની ભારતમાં કિંમત

ભારતમાં iPhone 15 કિંમતની શરૂઆત ₹79,900 થાય છે. જયારે  iPhone 15 plus ની શરુઆત ₹1,34,900 થી અને iPhone 15 Pro Max ની શરૂઆતી કિંમત ₹1,59,900 છે. હાલમાં કંપની અમુક સિલેક્ટીવ બેંક કાર્ડ પર ઓફરની સાથે સાથે EMI નો ઓપ્શન પણ આપવામાં આવે છે.  



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News