એલન મસ્કને એક પોસ્ટ પર રીપ્લાય કરવો ભારે પડ્યો! 2 દિગ્ગજ કંપનીએ 'X' પર એડ બંધ કરી
મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ ઘણી બધી બ્રાન્ડે ટ્વિટર પર જાહેરાત રોકી દીધી હતી
હાલ એપલ અને ડિઝનીએ ટ્વિટર પર પોતાની જાહેરાતો રોકી દીધી
એલન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી દરરોજ નવા વિવાદ પેદા થઈ રહ્યા છે. પોતાના વિચિત્ર નિર્ણયોના કારણે તેઓ ચર્ચામાં આવ્યા કરે છે. તેમને કોઈની સલાહથી ફરક પડતો નથી. ટ્વિટરના માલિક બન્યા બાદ ઘણી બધી બ્રાન્ડે ટ્વિટર પર જાહેરાત રોકી દીધી હતી. જોકે પાછળથી જાહેરાતની શરૂઆત પણ કરવામાં આવી હતી. ફરીથી એક વખત સમાચાર આવી રહ્યા છે કે એપલ અને ડિઝનીએ ટ્વિટર પર પોતાની જાહેરાતો રોકી દીધી છે. આ સમગ્ર વિવાદ મસ્કની એક પોસ્ટ બાદ શરૂ થયો હતો.
એલન મસ્કે એક પોસ્ટ પર પોતાની સહમતી દર્શાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે યહૂદી લોકો શ્વેત લોકો પ્રત્યે દ્વંદ્રાત્મક ઘૃણા રાખે છે. મસ્કે જવાબ આપ્યો હતો કે "તમે બિલકુલ સાચું કહ્યું છે". એલન મસ્કના આ રીપ્લાય બાદ એપલ અને ડિઝનીએ ટ્વિટર પર પોતાની જાહેરાત રોકી દીધી છે. આ ઉપરાંત વ્હાઇટ હાઉસ એ પણ એલાન મસ્કને ચેતવણી આપી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે તેમનો જવાબ યહૂદી સમુદાયને જોખમ તરફ ધકેલે છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ડ્રુ બેટ્સએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "અમેરિકનોને પોતાના સાથી અમેરિકનોની ગરીમા પર હુમલો કરનારા અને આપણા સમુદાયોની સુરક્ષા સાથે સમજૂતી કરનારા કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ બોલવાનો હક નથી." સ્પેસ એકસપ્લોરેશન ટેકનોલોજીજ કોર્પોરેશન સહિત મસ્કની ઘણી કંપનીઓ પાસે સરકારી ટેન્ડર છે તેને રદ કરવામાં આવી શકે છે.
એલન મસ્કના આ વિવાદિત રીપ્લાય બાદ એપલ, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન, ઓરેકલ કોર્પોરેશન, કોમકાસ્ટ કોર્પોરેશનના એક્સફિનિટી બ્રાન્ડ અને બ્રાવો ટેલિવિઝને પોતાની જાહેરાતો રોકી દીધી છ. આઈબીએમ એ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી એક્સ પર જાહેરાત બંધ રહેશે.