પૃથ્વી પર વિનાશના સંકેત? મેક્સિકોમાં સદીઓથી અડીખમ પિરામિડ અચાનક ધસી પડતા દહેશત

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
પૃથ્વી પર વિનાશના સંકેત? મેક્સિકોમાં સદીઓથી અડીખમ પિરામિડ અચાનક ધસી પડતા દહેશત 1 - image


Mexico: મેક્સિકોમાંથી પૃથ્વી પર મોટા મહાવિનાશ થવાના સંકેતો મળી આવ્યા છે. મેક્સિકોમાં રહેતી એક પ્રાચીન જનજાતિ દ્વારા માનવ બલિ માટે ઉપયોગમાં લેવાતા બે પિરામિડના ધસી જવાથી આ વાત કહેવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આવનારા વિનાશના અલૌકિક સંકેત તરીકે આ પિરામિડ તૂટી ગયા છે. એક અહેવાલ અનુસાર, આ પિરામિડ બનાવનાર સ્થાનિક જનજાતિના વંશજોને ભય છે કે વિનાશક તોફાની વરસાદને કારણે બે જોડિયા પિરામિડમાંથી એક પિરામિડ તૂટવાને કારણે મોટી કુદરતી આફત આવવાની છે.

30 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે પિરામિડનું એક માળખું તૂટી ગયું હતું. તેની એક બાજુનો હિસ્સો વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પિરામિડ આધુનિક પ્યુરપેચા લોકોના પૂર્વજો દ્વારા બાંધવામાં આવ્યું હતું, જે એક લોહિયાળ આદિજાતિ હતી જેણે એઝટેકને હરાવી હતી. ઇતિહાસકારો કહે છે કે પ્રાચીન પ્યુરપેચા જનજાતિએ તેમના સૌથી મહત્ત્વપૂર્ણ દેવતા કુરીકવેરીને માનવ બલિ આપવા માટે યાકાટા પિરામિડનો ઉપયોગ કર્યો હતો. યાકાટા પિરામિડ મિચોઆકન રાજ્યમાં ઇહુઆત્ઝિયોના પુરાતત્તત્વીય સ્થળમાં જોવા મળે છે. 

પ્યુરપેચા જનજાતિ વિશે જાણકારી ધરાવતાં એક વ્યક્તિએ જણાવ્યું છે કે, તેમની પ્રાચીન પરંપરાઓ અનુસાર તોફાનથી પિરામિડને થયેલું નુકસાન કોઈ વિનાશ આવવાની નિશાની હોઈ શકે છે. નોંધનીય છે કે પ્યુરપેચા જનજાતિએ એઝટેકને હરાવીને સન 1519માં સ્પેનિશ હુમલા પહેલાં 400 વર્ષ સુધી મેક્સિકો પર શાસન કર્યું હતું.

આ પણ વાંચો: 'લઘુમતીઓની સુરક્ષાની જવાબદારી અમારી...' હિન્દુઓ પર હુમલા રોકવામાં નિષ્ફળ નવી સરકારે માફી માંગી

મેક્સિકો પર ઇહુઆત્ઝિયોના પ્રાચીન વિસ્તાર પર ઈ. પૂ. 900 પહેલા એઝટેક અને પછી સ્પેનિશ આક્રમણકારોના આગમન સુધી પ્યુરપેચા જનજાતિનો કબજો હતો. મેક્સિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એન્થ્રોપોલૉજી એન્ડ હિસ્ટ્રી(INAH) એ બુધવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે, ઇહુઆત્ઝિયોના પ્રાચીન વિસ્તારના પિરામિડના પાયામાંથી દક્ષિણનો એક ભાગ તૂટી ગયો છે. પ્યુરપેચા તળાવના બેસિનમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. 30 જુલાઈની સવારથી જ કર્મચારીઓ હેરિટેજ સાઇટ પર થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા પહોંચી ગયા હતા. તેને રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પૃથ્વી પર વિનાશના સંકેત? મેક્સિકોમાં સદીઓથી અડીખમ પિરામિડ અચાનક ધસી પડતા દહેશત 2 - image


Google NewsGoogle News