Cat Island: આ ટાપુ પર છે બિલાડીઓનુ સામ્રાજ્ય, માણસો કરતાં બિલાડીઓની વસ્તી વધુ, આ છે કારણ
Aoshima Island: દુનિયાભરમાં એવા ઘણા દેશો છે જે તેમના પર્યટન, ટેક્નોલોજી અને સ્વચ્છ પર્યાવરણ માટે જાણીતા છે. પરંતુ એક દેશ એવો પણ છે જે પોતાની બિલાડીઓ માટે જાણીતો છે. અમે વાત કરી રહ્યાં છે જાપાનના એક ટાપુની.. જે ટાપુ પર એક સમય પહેલાં માનવીઓ કરતાં બિલાડીઓની સંખ્યા વધુ હતી.
જાપાનમાં એક એવો ટાપુ છે જે દુનિયાભરમાં પોતાની બિલાડીઓ માટે જાણીતો છે. અહીં માનવીઓ કરતાં બિલાડીઓ વધુ રહે છે. જાપાનનો આઓશિમા આઈલેન્ડ જે કેટ આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.એહેમિ પ્રાંતના કિનારાથી દૂર એક નાનુ માછલી પકડવા માટેનં દ્વીપ છે, જ્યાં 120 થી વધુ બિલાડીઓનુ ઘર છે.
મળતી માહિતી અનુસાર, 2000ના દાયકા પહેલા, આઓશિમા એક અલગ જગ્યા હતી, તે સમયે ત્યાં 20 થી વધુ લોકો રહેતા હતા પરંતુ ઈન્ટરનેટ પર આઓશિમા વિશે જાણકારી મળ્યા બાદ દુનિયાભરમાંથી બિલાડી પ્રેમીઓ અહીં પ્રવાસીઓ તરીકે આવવા લાગ્યા છે.
ઓછી વસ્તી હોવા છતાં પણ આઓશિમાની બિલાડીઓ ત્યાં આઝાદીથી રહીને વસવાટ કરે છે. કેટ આઇલેન્ડ પર ઘણા પર્યટકો આવે છે. 2019માં એવું નોંધવામાં આવ્યું હતું કે, ફક્ત છ લોકો હજુ પણ ટાપુ પર કાયમી ધોરણે રહેતા હતા પરંતુ 1940ના દાયકાના મધ્યમાં, લગભગ 900 લોકો આ ટાપુને પોતાનુ ઘર બનાવી દીધુ છે.
ટાપુ પર બિલાડીઓની સંખ્યા વધુ હોવાનુ કારણ શું?
આઓશિમાની બિલાડીની વસ્તી વધી તે પહેલા ટાપુ પર ઉંદરોની મોટી સમસ્યા હતી. ગ્રામજનો તેમની માછીમારીની જાળ માટે રેશમ બનાવવા માટે રેશમના કીડાને પાળતા હતા. રેશમના કીડા ઉંદરોને આકર્ષિત કરે છે, તેથી આ સમસ્યાને હલ કરવા માટે બિલાડીઓને લાવવામાં આવી હતી. પરંતુ પછી ઉંદરો ખત્મ થઈ ગયા અને બિલાડીઓની સંખ્યામાં વધારો થયો.
34 પ્રવાસીઓ જ કરી શકે છે આ ટાપુની મુલાકાત
સરકાર એક સાથે અનેક પ્રવાસીઓને અહીં જવા દેતી નથી. દરરોજ માત્ર 34 પ્રવાસીઓને જ ઓશિમા આવવાની મંજૂરી છે. અહીં આવતા પ્રવાસીઓ બિલાડીઓ માટે ખોરાક પણ લાવી શકે છે.
માહિતી અનુસાર, આ ટાપુ પર હજુ પણ 20થી વધુ લોકો રહે છે. જોકે, અહીં બિલાડીઓની સંખ્યા 200ની આસપાસ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેને બિલાડીઓનો ટાપુ કહેવામાં આવે છે.
ડોનેશન આપીને બિલાડીઓ માટે ભોજનની વ્યવસ્થા
જાપાનના લોકો પણ દાન દ્વારા બિલાડીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં ફાળો આપે છે. આ સિવાય બિલાડીઓને દરિયાઈ માછલીઓમાંથી પણ ખોરાક મળે છે. આ સિવાય બિલાડીઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે કેટલાક વર્ષોથી નસબંધી કરવામાં આવી રહી છે. જો તમે સરળ ભાષામાં સમજો તો બિલાડીઓ આ ટાપુ પર રાજ કરે છે.