સ્ટેડિયમમાં ચાલુ મેચે કોના પર ગુસ્સે ભરાઈ અનુષ્કા શર્મા, VIDEO થયો વાયરલ
Anushka Sharma Angry : ICC T20 વર્લ્ડકપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્તરૂપે યોજાયું છે. ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમની પત્નીઓ પણ ત્યાં પહોંચી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ભારત અને પાકિસ્તાનની મેચ જોવા મળી હતી. રવિવારે રમાયેલી મેચમાં પણ તે સ્ટેડિયમમાં દેખાઈ પરંતુ એક સમયે તે કોઈના ગુસ્સે થતી દેખાઈ હતી જેનો વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે.
શું છે મામલો?
માહિતી અનુસાર વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી અનુષ્કાને કોઈના પર ગુસ્સો આવી રહ્યો છે. તેનું મોઢું લાલચોળ થઇ જાય છે. આ બધું ચાલુ મેચમાં જ થયું હતું. અનુષ્કા વીડિયોમાં ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરતી દેખાય છે અને તેને તે સમયે ગુસ્સો આવી રહ્યો છે. જોકે વીડિયોમાં એ નથી દેખાતું કે તે કઈ વ્યક્તિ સાથે વાત કરી રહી છે.
અનુષ્કાને ગુસ્સો કેમ આવ્યો?
આ ઘટનાનો વીડિયો મિસ્ટર હેમેક્સ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયો હતો. જેમાં અનુષ્કાનો ગુસ્સો થઇને ફેન્સ પણ હેરાન થઈ ગયા હતા. અનુષ્કાનો ગુસ્સો જોઈ એક યુઝરે લખ્યું કે ભાભી એગ્રેસિવ થઈ ગયા. એક અન્યએ લખ્યું કે ભાભી ગુસ્સામાં લાગે છે, આખરે મામલો શું છે? જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે અનુષ્કાને ગુસ્સો કેમ આવ્યો? અમુક લોકોનું કહેવું છે કે કદાચ વિરાટના જલદી આઉટ થઈ જવાને કારણે તે નિરાશ હતી.