નુપુર શર્માને પુષ્ટિ આપનાર, ઇસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સે નેધરલેન્ડઝમાં સંગઠન સરકાર રચી
- દાયકાઓ પછી નેધરલેન્ડઝમાં કટ્ટર જમણેરી સરકાર રચાઈ : વિલ્ડર્સ વસાહત વિરોધી નીતિ અને આગ ઝરતી વાણીને લીધે દેશના ડોનાલ્ડ ટ્રમ્પ કહેવાય છે
આસ્સટર્ડામ : ફાયર બ્રાન્ડ એન્ટી ઇસ્લામ નેતા ગીર્ટ વિલ્ડર્સ અને તેઓની પાર્ટી પાર્ટી ફોર ફ્રીડમ અન્ય ત્રણ કટ્ટર જમણેરી પક્ષો સાથે મળી નેધરલેન્ડઝમાં સરકાર રચવાના છે. છેલ્લા છ મહિના નેધરલેન્ડઝમાં સરકાર રચવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. વાસ્તવમાં, ગત વર્ષમાં નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં નેધરલેન્ડમાં વિલ્ડર્સની પાર્ટી પાર્ટી ફોર ફ્રીડમ વિજયી બની હતી તેણે સૌથી વધુ બેઠકો મેળવી હોવા છતાં ૧૫૦ સભ્યોની સંસદમાં તે બહુમતી મેળવી શકી ન હતી પરંતુ અન્ય ત્રણ કટ્ટર જમણેરી પક્ષોનો સાથ લઇ તેનાં ગઠબંધન ૮૮ બેઠકો સિધ્ધ કરતાં હવે જમણેરી પરંતુ કટ્ટર જમણેરી નેતા માર્ક રૂટ્રેને સ્થાને વડાપ્રધાન પદે આવશે.
વોલ્ટર્સ તેમનાં કટ્ટર જમણેરી વલણ, ઇસ્લામ વિરોધી અભિગમ અને આગ ઝરતી વાતને લીધે નેધરલેન્ડઝના ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે યુરોપમાં જાણીતા થઇ ગયા છે. તેઓ વસાહતીઓને આવકારવા જરા પણ તૈયાર નથી. (જે વલણ ટ્રમ્પનું પણ છે) તેમની આ નીતિને લીધે તેઓ યુરોપીયન યુનિયનમાં નાપસંદ બની રહ્યા હતા. તેવો એક સમયે તો નેધરલેન્ડઝે યુરોપીય સંઘમાંથી નીકળી જ જવું જોઇએ તેમ કહી 'મેક્ઝિટ'ની તરફેણ કરતા હતા. પરંતુ હજી સુધી તેવું પગલું તેમણે નથી ભર્યું.
ઉલ્લેખનીય તે છે કે વિલ્ડર્સ ભારતને હિન્દુ રાષ્ટ્ર જ કહે છે. ભાજપનાં નેતા નુપુર શર્માએ એક સમયે ઇસ્લામ વિરોધી કરેલાં કથનને વિલ્ડર્સે પુષ્ટિ આપતાં તેઓને વીરાંગના કહ્યાં હતાં. વિર્લ્ડર્સ ઇસ્લામ ફીલોસોફીને ફાસીસ્ટ ફીલોસોફી કહે છે.