2023માં મોટું યુદ્ધ થશે', નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઈઝરાયલ કરી હતી આ વાત
Image Source: Twitter
- નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની 800થી વધુ ભવિષ્યવાણીઓ સાબિત થઈ ચૂકી
નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર 2023, સોમવાર
Nostradamus Predictions For Great War: શનિવારે હમાસ દ્વારા હુમલો કર્યા બાદ ઈઝરાયલે યુદ્ધનું એલાન કરી દીધુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બને તરફથી એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. હવે આ યુદ્ધ ચાલુ થઈ ગયા બાદ એવું કહેવામાં આાવી રહ્યું છે કે, 2023 માટે નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી હવે સાચી સાબિત થઈ શકે છે.
નાસ્ત્રેદમસ વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણીઓ કરી ચૂક્યા છે
ફ્રાન્સના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ પોતાનું પુસ્તક લેસ પ્રોફેટીસમાં વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણીઓ કરી ચૂક્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની 800થી વધુ ભવિષ્યવાણીઓ સાબિત થઈ ચૂકી છે.
450 વર્ષ પહેલા જ નાસ્ત્રેદમસે આ ઘટનાની ભવિષ્યવાણી કરી દીધી હતી
વર્ષ 2023 માટે પણ નાસ્ત્રેદમસે અનેક ભવિષ્યવાણી કરી હતી. તેમાંથી એક છે ત્રીજુ યુદ્ધ (Great War). હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ ઈઝરાયલે પણ હમાસ વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધુ છે. ત્યારબાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 450 વર્ષ પહેલા જ નાસ્ત્રેદમસે આ ઘટનાની ભવિષ્યવાણી કરી દીધી હતી.
નાસ્ત્રેદમસની 450 વર્ષ પહેલાની ભવિષ્યવાણી સાચી થઈ!
ઈઝરાયલ દ્વારા હમાસ સામે યુદ્ધનું એલાન કરતાં જ લોકોનું ધ્યાન ફ્રાન્સીસી ફિલસૂફ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી તરફ ગયું. નાસ્ત્રેદમસ દ્વારા 2023 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી પ્રમાણે 2023માં એક મોટું યુદ્ધ થશે. 450 વર્ષ પહેલાં જારી કરવામાં આવેલી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી વાળા પુસ્તકમાં એવું લખવામાં આવ્યું હતું કે, સાત મહિનાના મહાન યુદ્ધમાં લોકો દુષ્ટ કાર્યોથી મૃત્યુ પામશે અને ફ્રાન્સના બે શહેરો રુએન અને એવરેક્સના નામ લેતા લખવામાં આવ્યુ કે, બંને રાજાના આધીન નહીં હશે.
જોકે, પહેલા લોકો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડી રહ્યા હતા. અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે રશિયા-યુક્રેન યુદ્ધ માટે કરી હશે. પરંતુ હવે તેમની આ ભવિષ્યવાણી ઈઝરાયલ-હમાસ યુદ્ધની ઘટનાઓ સાથે વધુ મેળ ખાઈ રહી છે.