પાડોશી દેશની ઊંઘ ઊડી, બે દિવસમાં બીજા આતંકીનો મૃતદેહ મળ્યો, અનેક હુમલામાં હતો સામેલ
પાકિસ્તાન સ્થિત મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કમાન્ડરોમાંનો એક શેખ જમીલ-ઉર-રહેમાન, ખૈબર પખ્તુનખ્વાના એબટાબાદમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો
image : IANS |
Pakistan News | પાકિસ્તાનમાંથી સતત બે દિવસમાં બે કટ્ટર આતંકવાદીઓના મોતના સમાચાર સામે આવ્યા. શનિવારે, પાકિસ્તાન સ્થિત મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કમાન્ડરોમાંનો એક શેખ જમીલ-ઉર-રહેમાન, ખૈબર પખ્તુનખ્વાના એબટાબાદમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. રહેમાન યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ (UJC) નો જનરલ સેક્રેટરી અને તહરીક-ઉલ-મુજાહિદ્દીન (TuM) નો અમીર હતા. તે કાશ્મીરના પુલવામાનો રહેવાસી હતો.
ગૃહ મંત્રાલયે આતંકી જાહેર કર્યો હતો
ઓક્ટોબર 2022માં ગૃહ મંત્રાલયે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. તેના મૃત્યુના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. એક અધિકારીએ જણાવ્યું કે તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે પણ કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરના મહિનાઓમાં, પાકિસ્તાનમાં રહસ્યમય સંજોગોમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે અથવા મૃત હાલતમાં મળી આવ્યા છે.