Get The App

કેનેડામાં ગેંગવોરની વધુ એક ઘટના, એડમોન્ટન શહેરમાં શીખ પિતા-પુત્રની ગોળી મારી હત્યા

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
કેનેડામાં ગેંગવોરની વધુ એક ઘટના, એડમોન્ટન શહેરમાં શીખ પિતા-પુત્રની ગોળી મારી હત્યા 1 - image


Image Source: Twitter

ઓટાવા, તા. 11 નવેમ્બર 2023

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનો આરોપ હોવાનો આરોપ લગાવનાર કેનેડાની સરકાર પોતાના દેશમાં જ કાયદો અને વ્યવસ્થા પર અંકુશ ગુમાવી ચુકી હોય તેમ લાગી રહ્યુ છે.

કેનેડાના એડમોન્ટન શહેરમાં શીખ વ્યક્તિ હરપ્રીતસિંહ ઉપ્પલ અને તેમના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ ઘટના ગેસ સ્ટેશનની બહાર ગુરુવારે બપોરે બની હતી. જેમાં ઉપ્પલના પુત્રના એક યુવા મિત્રનો બચાવ થયો હતો. ફાયરિંગ થયુ તે સમયે તે કારમાં હતો.

પોલીસનુ કહેવુ છે કે, આ મામલો ગેંગવોર સાથે જોડાયેલો છે. શૂટરોએ હરપ્રીતસિંહની સાથે સાથે તેમના પુત્રની જાણી જોઈને હત્યા કરી છે અને તે બહુ દુખની વાત છે. ગેંગવોરમાં પહેલા બાળકોને ટાર્ગેટ નહોતા કરતા પણ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. ઉપ્પલ એડમોન્ટની અંધારી આલમમાં ચર્ચાસ્પદ નામ હતુ. જોકે પોલીસે આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. ઉપ્પલ પર પહેલા કોકેન રાખવાના આરોપ લાગી ચુકયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ માટેનો એક કેસ 2024થી શરુ થવાનો હતો.

માર્ચ 2021માં તેના પર હથિયારથી હુમલો કરવાનો અને ગેરકાયેદસર રીતે ફાયર આર્મ્સ રાખવાનો આરોપ પણ લાગ્યો હતો.


Google NewsGoogle News