કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્કપરમિટ અપાશે
Canada Work Permit Policy: કેનેડાની સરકારે ફરી એકવાર સ્ટુડન્ટ્સ વિઝાની નીતિમાં ફેરફાર કર્યો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરનાર પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી તેની લાયકાત પ્રમાણેના જોબની જરૂરિયાત હશે તો જ તેમને વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડા સરકારના આ નિર્ણયની ગુજરાત અને ભારતથી કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલા અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સનો કોર્સ કરી રહેલા 23 ટકા વિદ્યાર્થીઓ પર અસર પડશે. પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને કોઈ વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે તેની સ્કીલ પ્રમાણેના જોબને ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટમાંથી જ કાઢી નાખીને તેમની હાલાકી વધારી દે તેવી સંભાવના વધી ગઈ છે.
વિદ્યાર્થીઓએ હવે જે સેક્ટરમાં કાર્યકુશળ કારીગરોની ડિમાન્ડ હોય તેને લગતા જ કોર્સ કરવા પડશે
પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી જોબ મળી જ જશે તેવી નિશ્ચિતતાનો આ સાથે જ છેદ ઊડી જશે એમ જણાવતા કેનેડાના વિઝાના એક્સપર્ટ્સ પંકજ પટેલ કહે છે કે 'આ સંજોગોમાં લાખોની ફી ખર્ચીને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને જોબ માર્કેટમાં એન્ટ્રી લેશે. ત્યારે તેની કાર્યકુશળતા પ્રમાણેનો જોબની ડિમાન્ડ જન હોવાનું જણાવીને તેમને જોબથી અને વર્કપરમિટથી વંચિત કરી દેવાની નીતિ કેનેડાની સરકાર અપનાવી રહી છે. હા, પી.એચડી. કરનારા વિદ્યાર્થીઓને જોબમળી શકશે. પરંતુ તેઓ નવા નક્કી કરેલા ધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ.'
આ પણ વાંચો: જતાં જતાં બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500 લોકોની સજા 'માફ' કરી!
ઓસ્ટ્રેલિયાની સરકાર 2011ની સાલથી આ નીતિ અપનાવતી આવી છે. પરિણામે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જઈને કાયમી નિવાસી તરીકેનો દરજ્જો હાંસલ કરવા માગતા વિદ્યાર્થીઓને કાયમી નિવાસીનું સ્ટેટસ મળતા સાતથી આઠ વર્ષ જેટલો સમય લાગી જાય છે. હવે કેનેડા ભણવા જનારા વિદ્યાર્થીઓએ પણ કાયમી નિવાસીનું સ્ટેટસ મેળવવા માટે 8થી વધુ વર્ષ સુધી રાહ જોવાની નોબત આવી શકે છે.
સરકારને કરેલી નવી જોગવાઈને કારણે કેનેડા અભ્યાસ કરીને સેટલ થવા માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ જે સેક્ટરમાં કાર્યકુશળ કારીગરોની ડિમાન્ડ હોય તે જ સેક્ટરના કોર્સનો અભ્યાસ કરવાની ફરજ પડશે. વરસોથી ડિપ્લોમા કે પછી ચોક્કસ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લઈને વર્ક પરમિટ મેળવી લેવાની વ્યવસ્થા પર પડદો પડી રહ્યો છે. શ્રમિકોના બજારમાં ડિમાન્ડ હોય તેવી જકુશળત ડેવલપ કરી આપતા કોર્સ પસંદ કરવા પડશે.
કોલેજે ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટ પ્રમાણે કોર્સ ચાલુ કરવા પડશે
કેનેડાની સરકારના નવા નિર્ણયને પરિણામે કેનેડાની કોલેજોમાં અભ્યાસ કરીને કેનેડામાં જ સેટલ થવા માગતા વિદ્યાર્થી પર અવળી અસર પડશે. તેમને નોકરી મળશે નહીં. તેની સાથે જ વિદેશી વિદ્યાર્થીઓને નિશ્ચિત અભ્યાસ કરવા માટે એડમિશન આપીને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ થકી સારી કમાણી કરતી કોલેજોની આવકમાં ઘટાડો થશે. તેમને ઓક્યુપેશન ડિમાન્ડ પ્રમાણેના નવા કોર્સ ચાલુ કરવાની ફર પડશે.