400થી વધુના મોત, 3000 ગુમ; 20 વર્ષ પહેલા ક્રિસમસના એક દિવસ બાદ અંદામાન-નિકોબારમાં બની હતી ભયંકર ઘટના
Image Twitter |
Tsunami of Andaman and Nicobar Islands: આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 26 ડિસેમ્બર, 2004ના રોજ ત્રાટકેલી સુનામીનો ડર આજે 20 વર્ષ પછી પણ કેમ્પબેલ ખાડી અને કાર નિકોબારના રહેવાસીઓને સતાવી રહ્યો છે. સુનામીમાં 400 થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે લગભગ 3,000 લોકો ગુમ થયા હતા. પોર્ટ બ્લેયરથી આશરે 535 કિમી દૂર આવેલા નિકોબાર જિલ્લાને 2004ની સુનામી દરમિયાન સૌથી વધુ નુકસાન થયું હતું. આજે પણ ક્ષતિગ્રસ્ત મકાનો, સંરક્ષણ ગૃહો, સ્કૂલો, ચર્ચો અને સરકારી સંસ્થાઓનો કાટમાળ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : હવે અમેરિકાને આખો ગ્રીનલેન્ડ દેશ ખરીદવો છે, જાણો કેવી રીતે એક દેશ બીજા દેશને વેચી શકાય
આજે પણ વિનાશકારી તબાહીના દ્રશ્યો જોવા મળે છે
કાર નિકોબારના તામાલુ ગામમાં વિનાશકારી તબાહીના નિશાન આજે પણ જોવા મળે છે. અને નિકોબારી આદિવાસીઓ દર વર્ષે મૃત્યુ કૂચ માટે અહીં ભેગા થાય છે. મૃત્યુ સભામાં, નિકોબેરી આદિવાસીઓ મૃત્યુ પામેલા તેમના મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓને યાદ કરે છે. તામાલુ ગામના વડા પોલ બેન્જામિન યાદ કરતા કહે છે, "ક્રિસમસની ઉજવણી બાદ અમે પ્રાર્થના માટે સ્થાનિક ચર્ચમાં પ્રાર્થના કરવા માટે ભેગા થઈ રહ્યા હતા. અને અહીં ઉત્સવનો માહોલ હતો.
આ પણ વાંચો : 22000 કિલો સોના-ચાંદીનો ભંડાર, આવા 250 જહાજ દરિયામાં સમાયા, પુરાતત્વવિદનો દાવો
26 ડિસેમ્બર, 2004ના રોજ સુનામી હોનારત
26 ડિસેમ્બર, 2004ના રોજ, સવારે 6 વાગ્યાની આસપાસ સમુદ્રના મોજા જોરદાર ઉછળવા લાગ્યા હતા અમે સમુદ્રમાં થઈ રહેલી હલચલ જોઈ. ત્યારબાદ જોરદાર આફ્ટરશોક્સ આવવા લાગ્યા. આખો ટાપુ ધ્રૂજવા લાગ્યો હતો. કુદરતનો આવો પ્રકોપ અમે આ પહેલાં ક્યારેય નહોતો જોયો. ત્યાં કોઈ ચેતવણી માટેની સિસ્ટમ ન હતી અને થોડી જ મિનિટોમાં મેં વિશાળ મોજા અમારા વિસ્તાર તરફ આવવા લાગ્યાં. અમે અમારો જીવ બચાવવા પહાડી વિસ્તારોમાં ભાગવા લાગ્યા." માત્ર એકલા નિકોબાર જિલ્લામાં 2004માં લગભગ 387 લોકો માર્યા ગયા અને 3,131 ગુમ થયા હતા.