કેનેડામાં 20 મિલિયન ડોલરની કિંમતના 400 કિલો સોનાની ચોરીનો કેસ, હજુ એક ભારતીય સહિત પોલીસને 3 ની તલાશ
સોનાનું કન્ટેનર સ્વિત્ઝલેન્ડના જયુરિખ એરપોર્ટથી ટોરેન્ટો એરપોર્ટ પર લવાયું હતું
કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર ચોરીના કેસમાં ૬ લોકોની સંડોવણી છે
ટોરેન્ટો, 15 જૂન,2024,શનિવાર
કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક પર 400 કિલો સોનુ ચોરવાનો આરોપ છે જેનું મૂલ્ય 20 મિલિયન ડોલર થાય છે. કેનેડાના ઇતિહાસમાં આટલી મોટી રકમના સોનાની ચોરીની ઘટના પ્રથમવાર બની હતી. સોનાની ચોરીનો સામનો કરી રહેલા ભારતીય શખ્સનું નામ સિમરન પ્રીત પનેસર છે તેના પર ટોરેન્ટોના પિયર્સન એરપોર્ટ પર 17 એપ્રિલ 2023 માં સોનાની ચોરીનો આરોપ લાગ્યો હતો. પનેસર હાલમાં ફરાર છે અને કયાં દેશમાં છે તે જણાવવાનો તેના વકીલે પણ ઇન્કાર કર્યો હતો. પનેસર આવનારા કેટલાક સપ્તાહો દરમિયાન સ્વૈચ્છાએ કેનેડા પાછો ફરીને સરંડર કરે તેવી શકયતા છે.
કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર ચોરીના કેસમાં 6 લોકોની સંડોવણી છે જેમાંથી હજુ 3 ની ધરપકડ કરવાની બાકી છે. એર કેનેડાના બે કર્મચારીઓનો સહિતના શંકાસ્પદાએે સ્વિત્ઝર્લેન્ડથી આવેલા સોનાની ચોરી કરી હતી. 6600 જેટલા ગોલ્ડબાર જેનું વજન અંદાજે 400 કિલો જેટલું હતું. એર વે બીલમાં પણ છેતરપીંડી કરવામાં આવી હતી.6600 શુધ્ધ ગોલ્ડ બારથી ભરેલા કન્ટેનરમાં 400 કિલો સોનુ ઉપરાંત 25 લાખ કનેડિયન ડોલર પણ હતા. આ સામગ્રીની ચોરી સ્ટોરેજ ફેસિલિટીમાંથી થઇ હતી. કન્ટેનર સ્વિત્ઝલેન્ડના જયુરિખ એરપોર્ટથી ટોરેન્ટો એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. ભારે સુરક્ષા વચ્ચે સોનાનું કેન્ટનરને કાર્ગોમાંથી ઉતારવામાં આવ્યા હતા.બીજા દિવસે કન્ટનરમાંથી સોનુ અને રોકડ રકમ ગાયબ હતી.