ઈટાલીમાં એવુ પ્રાચીન મંદિર મળી આવ્યુ જ્યાં ભારતના આ દેવતાની થતી હતી પૂજા
રોમ, તા. 14 એપ્રિલ 2023 શુક્રવાર
ઈટાલીના પુરાતત્વવિદોને સાઉથ ઈટાલીના પોજ્જુઓલી પોર્ટના નજીક પાણીની નીચે ડૂબેલા એક અતિ પ્રાચીન મંદિરના અવશેષ મળ્યા છે. આ મંદિરના અવશેષોને જોઈને દરેક દંગ રહી ગયા છે. આ મંદિરના ભાગોની શોધખોળ દરમિયાન એ જાણ થઈ છે કે અહીં મળેલી વસ્તુઓ અને મંદિરના અવશેષ નબાતિયન સભ્યતા સાથે જોડાયેલા મંદિરના છે.
પહાડોના દેવતાનું મંદિર
એક રિપોર્ટ અનુસાર નબાતિયન દેવતા દશેરાને સમર્પિત છે. નબાતિયન સભ્યતામાં દશેરાને પહાડોના દેવતા પણ કહેવામાં આવતા હતા. મંદિરના અવશેષોની સાથે સંશોધનકર્તાઓને બે પ્રાચીન રોમન માર્બલની સુંદર વેદીઓ પણ મળી છે. રોમન કાળ દરમિયાન નબાતિયન સામ્રાજ્ય રોમનો એક સહયોગી હતો જેણે ક્યારેક યુફ્રેટ્સથી લાલ સાગર સુધી ફેલાયેલા એક વિસ્તાર પર શાસન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે નબાતિયન રોમન સામ્રાજ્યનો મિત્ર સામ્રાજ્ય હતુ. રોમન કાળમાં નબાતિયન સામ્રાજ્ય ફરાત નદીથી લાલ સાગર સુધી ફેલાયેલુ હતુ. જ્યાંના લોકો આ દેવતાની પૂજા કરતા હતા.
ભારતની જેમ પ્રકૃતિની પૂજા
જે રીતે ભારતની પુણ્ય ભૂમિમાં પ્રકૃતિની પૂજા થાય છે. અહીં ગાયથી લઈને વૃક્ષ, છોડ અને પહાડોની પૂજા યુગોથી થતી આવી રહી છે. ભારતમાં તો પહાડનો સંબંધ ભગવાન શંકરની સાસરી સાથે જોડાયેલો છે. માતા પાર્વતી એટલે ભગવાન શિવની પત્ની પર્વતરાજ હિમવાનની પુત્રી છે, દ્વાપર યુગમાં તો સ્વયં ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની આંગણી પર ઉઠાવીને પોતાના ભક્તોની રક્ષા કરી હતી. જે રીતે આજે પણ લોકો તે પર્વતને આસ્થાથી જુએ છે. તે રીતે નબાતિયન લોકો પહાડોના દેવતાની પૂજા કરતા હશે.
કેવી રીતે જળમગ્ન થયુ મંદિર
તે સમયે પોજ્જુઓલીને પુતિઓલીના નામથી ઓળખવામાં આવતુ હતુ. આ સ્થળ કૈમ્પાનિયાથી નિકાસ કરવામાં આવતા સામાનોનું મુખ્ય કેન્દ્ર હતુ. નબાતિયોએ આ પુતિઓલીમાં પોતાનો બેઝ બનાવતા પોતાના સંરક્ષક દેવતાને સમર્પિત એક મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. આ વિસ્તાર એક સક્રિય જ્વાળામુખી વિસ્તાર નજીક હતુ. માનવામાં આવે છે કે જેની ગતિવિધિના કારણે પુતિઓલીનો એક ભાગ જળમગ્ન થઈ ગયો હતો.