Get The App

ભારત સાથે તણાવ વચ્ચે રામ મંદિર માટે કેનેડાનો આશ્ચર્યજનક નિર્ણય, ભારતીયો પણ ખુશખુશાલ

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી

આ મહોત્સવને લઈને દેશ વિદેશમાં વસતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ભારત સાથે તણાવ વચ્ચે રામ મંદિર માટે કેનેડાનો આશ્ચર્યજનક નિર્ણય, ભારતીયો પણ ખુશખુશાલ 1 - image


canada took big decision regarding ayodhya : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય નિર્માણાધીન મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે અને આ મહોત્સવને લઈને દેશ વિદેશમાં વસતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદો વચ્ચે કેનેડાએ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એવો નિર્ણય કર્યો છે કે જેનાથી ભારતીયોના દિલ ખુશ થઈ જશે. કેનેડાની 3 નગરપાલિકાઓએ 22 જાન્યુઆરીને "અયોધ્યા રામ મંદિર દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. 

આ નિર્ણય લઈને કેનેડાએ બધાને ચોંકાવી દીધા

ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાની ત્રણ નગરપાલિકાએ અયોધ્યાના રામ મંદિરમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે નિર્ણય કર્યો છે તેનાથી બધાને ચોંકાવી દીધા છે. કેનેડાની ત્રણ નગરપાલિકાઓએ 22મી જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસને "અયોધ્યા રામ મંદિર દિવસ"ને ચિહ્નિત કરવા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં મોટા હોર્ડિગ પણ લગાવાયા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ થશે.

મિલ્ટનના મેયરે શુભેચ્છા સંદેશ મોકલ્યો

કેનેડાની આ ત્રણેય નગરપાલિકાઓએ સોમવારે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માન્યતા આપતા આ જાહેરાનામું બહાર પાડ્યું છે. હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન (HCF)ના સ્થાપક અને અધ્યક્ષ અરુણેશ ગિરિએ જણાવ્યું હતું કે વિશ્વ જૈન સંગઠન કેનેડા (VJSC)ની સાથે બ્રેમ્પટન, ઓકવિલે અને બ્રાન્ટફોર્ડે 22મી જાન્યુઆરીએ "અયોધ્યા રામ મંદિર દિવસ" તરીકે ઉજવવાની આ જાહેરાત કરી છે. આ ઉપરાંત મિલ્ટનના મેયર તરફથી પણ શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યો છે.

ભારત સાથે તણાવ વચ્ચે રામ મંદિર માટે કેનેડાનો આશ્ચર્યજનક નિર્ણય, ભારતીયો પણ ખુશખુશાલ 2 - image


Google NewsGoogle News