Get The App

VIDEO: બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વિરોધી હરકત, ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISKCON મંદિર બંધ કરાવ્યું

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
VIDEO: બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વિરોધી હરકત, ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISKCON મંદિર બંધ કરાવ્યું 1 - image


Bangladesh ISKCON Temple : બાંગ્લાદેશમાં શેખ હસીના વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા બાદ હિન્દુઓ સતત અત્યાચાર થઈ રહ્યા છે. દેશમાં સરકાર બદલાયા બાદ હિન્દુ સમાજને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હસીનાએ દેશ છોડતાં જ ત્યાં હિન્દુ સમાજ અને ધાર્મિક સ્થળો પર સતત હુમલાઓ થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવે ત્યાં ઈસ્કોન મંદિરને બંધ કરાવવાની ઘટના બની છે.

સ્થાનિક લોકોએ ઈસ્કોનનું કેન્દ્ર બંધ કરાવ્યું

તાજેતરમાં જ ત્યાં ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ - Chinmoy Prabhu)ની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે માત્ર તેમના દેશમાં જ નહીં, ભારત અને અમેરિકામાં પણ લોકોમાં રોષ ફેલાયો છે. હવે બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી વધુ એક હરકત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં એવી ઘટના બની છે કે, બાંગ્લાદેશના સ્થાનિક લોકોએ હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી ઈન્કોનના શિબચરમાં આવેલા કેન્દ્રને બંધ કરાવી દીધું છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ભારે તણાવ વચ્ચે ઈસ્કોનને મોટી રાહત, હાઇકોર્ટે પ્રતિબંધ લગાવવાનો કર્યો ઈનકાર

મુસ્લિમ સમાજના લોકો મંદિર બંધ કરાવવા આવ્યા

મળતા અહેવાલો મુજબ મુસ્લિમ સમાજના કેટલાક લોકો શિબચર સ્થિત ઈસ્કોનના કેન્દ્રને બંધ કરાવવા આવ્યા હતા. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન બાંગ્લાદેશી સેનાએ પણ હિન્દુ વિરોધી કૃત્ય કર્યું છે. સેનાએ શ્રદ્ધાળુઓ સાથે બળજબરી કરી છે અને તેઓને પોતાના વાહનમાં ભરીને ત્યાંથી કાઢ્યા છે.

આ પણ વાંચો : હત્યા કે આપઘાત! બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યો મૃત હાલતમાં મળ્યાં, તણાવની સ્થિતિ

સેના ઈસ્કોનના શ્રદ્ધાળુઓને વાહનમાં ભરીને લઈ ગઈ

ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે બાંગ્લાદેશમાં ઈસ્કોન બંધ કરાવવાની ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘બાંગ્લાદેશમાં મુસ્લિમ સમાજના લોકોએ શિબચરમાં આવી ઈસ્કોન નમહટ્ટા કેન્દ્રને બળજબરીથી બંધ કરાવ્યું છે. ઘટના વખતે સેના ત્યાં આવી હતી અને ઈસ્કોનમાં હાજર શ્રદ્ધાળુઓને એક વાહનમાં ભરીને લઈ ગઈ.’

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત કફોડી! લઘુમતીઓની સુરક્ષા માટે સરકાર પાસે કરાઈ આઠ માગ


Google NewsGoogle News