બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે હવે આ મુસ્લિમ દેશમાં પણ રાતોરાત PMને પદ પરથી હટાવી દેવાયા

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે હવે આ મુસ્લિમ દેશમાં પણ રાતોરાત PMને પદ પરથી હટાવી દેવાયા 1 - image


Image Source: Twitter

Tunisian PM Ahmed Hachani Dismissed : બાંગ્લાદેશ બાદ વધુ એક મુસ્લિમ દેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. બાંગ્લાદેશમાં તો પીએમ શેખ હસીના પીએમ પદ પરથી રાજીનામું આપી દેશ છોડીને જ ભાગી ગયા છે પરંતુ આ દેશમાં તો રાષ્ટ્રપતિએ જ વડાપ્રધાનને બરતરફ કરી દીધા. નોર્થ આફ્રિકાના ટ્યૂનીશિયામાં રાષ્ટ્રપતિ કૈસ સઈદે બુધવારે કારણ જણાવ્યા વગર દેશના વડાપ્રધાન અહમદ હચાનીને બરતરફ કરી દીધા છે. આ સાથે જ તેમના સ્થાન પર સામાજિક મામલાના મંત્રી કામેલ મદૌરીને નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અહમદ હચાનીએ ગl વર્ષે 1 ઓગસ્ટના રોજ નજલા બૌડેનનું સ્થાન લીધું હતું પરંતુ તેમને પણ સઈદે બરતરફ કરી દીધા. હવે આની પાછળ પણ કોઈ કારણ આપવામાં નથી આવ્યું. 2019માં રાષ્ટ્રપતિને લોકતાંત્રિક રીતે ચૂંટવામાં આવ્યા હતા પરંતુ તેમણે 2021માં સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. વચ્ચે એવા પણ  સમાચાર આવ્યા હતા કે, 2022માં તેમણે બંધારણમાં સુધારો કર્યો જેથી એક રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી બનાવી શકાય, જેમની પાસે સંસદની ખૂબ જ મર્યાદિત સત્તાઓ હશે. હવે 6 ઓકટોબરના રોજ યોજાનારી ચૂંટણીમાં વધુ એક કાર્યકાળની માંગ કરવામાં આવી રહી છે. 

ગત વર્ષે વધુ એક PMને બરતરફ કરી દીધા હતા

ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ કૈસ સઈદે ગત વર્ષે પણ એક વડાપ્રધાનને પદ પરથી હટાવી દીધા હતા. તેમને પણ કોઈ કારણ આપવામાં નહોતું આવ્યું. નજલા બૌદેનને હટાવ્યા બાદ જ અહેમદ હચાનીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને પણ કોઈ કારણ વગર હટાવી દેવામાં આવ્યા છે.

2021માં સંસદ ભંગ કરી દીધી હતી

જુલાઈ 2021માં ટ્યુનીશિયાના રાષ્ટ્રપતિએ દેશના વડા પ્રધાનને બરતરફ કરી દીધા હતા અને સંસદ ભંગ કરી દીધી હતી. આ બધું એટલા માટે થયું હતું કારણ કે ટ્યુનીશિયામાં લોકો કોરોના મહામારીનો સામનો કરવા માટે સરકારની નિષ્ફળતા પર ગુસ્સે હતા અને દેશભરમાં દેખાવો કરી રહ્યા હતા. આ વિરોધ હિંસક બની ગયો. ટ્યુનીશિયાના લગભગ દરેક વિસ્તારમાં મોટી સંખ્યામાં દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે તેમની હિંસક અથડામણ થઈ હતી.


Google NewsGoogle News