ટેરિફ વોર વચ્ચે ચીને પોતાની એરલાઇન્સને ફરમાવ્યું : બોઇંગ પાસેથી વિમાનોની ડિલીવરી ન લેતા
- ચીને ખરેખરૂં નાક દબાવ્યું છે
- 15 એપ્રિલ મંગળવારે શી-જિનપિંગે આ હુકમ એવા સમયે કર્યો છે કે જયારે અમેરિકા અને ચીન વચ્ચે 'ટેરિફ-યુદ્ધ' ચક્રવાત બની રહ્યું છે
બૈજિંગ : ચીને પોતાની એરલાઇન્સ કંપનીઓને કહ્યું છે કે, તેઓ અમેરિકાની પ્લેન બનાવનારી દિગ્ગજ કંપની બોઇંગ પાસેથી જેટની ડીલીવરી લેવાનું બંધ કરે. આ રિપોર્ટ મંગળવાર તા. ૧૫ એપ્રિલે એવા સમયે આવ્યો છે કે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ ચક્રવાતી બની રહ્યું છે. બ્લુમબર્ગ ન્યૂઝે માહીતગાર વર્તુળોનો હવાલો આપતાં આ રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. તે રીપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકી કંપનીઓને વિમાન સંબંધી ઉપકરણો અને છૂટા ભાગોની ખરીદી પણ નિલંબિત કરવી.
જાન્યુઆરીમાં ટ્રમ્પે પદભાર સંભાળ્યા પછી દુનિયાના આ બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે જેવા-સાથે-તેવા તેવાં ટેરિફ યુદ્ધમાં વ્યસ્ત છે. અમેરિકાએ ચીનથી કરાતી આયાતો ઉપર ૧૪૫ ટકા ટેરિફ લગાડયો છે. તે સામે ચીને અમેરિકાની આયાતો પર ૧૨૫ ટકા ટેરિફ લગાડયો છે.
વાત આટલેથી જ અટકતી નથી. બેમાંથી એક પણ ટેરિફ અંગે નમતું જોખવા તૈયાર નથી. તેવામાં ચીનની કંપનીઓએ વિશ્વની સૌથી મોટી વિમાન બનાવનાર કંપનીઓ પૈકીની એક બોઇંગને વમાનો માટે ઓર્ડર તો આપી દીધો હતો. તે પ્રમાણે અબજો ડોલર્સના વિમાનો પણ તૈયાર કરાયાં હવે તેની ડીલવરી લેવાની ચીનના પ્રમુખ શી-જિનપિંગે ચાઈનીઝ એરલાઇન્સને ના કહેતા સાથે સ્પેર પાર્ટસ મોડા લેવાનું રહેતા બોઇંગનાં અબજોના અબજો ડોલર્સના વિમાનો કંપનીમાં હેંગર્સમાં પડીરહેશે. પરંતુ તે પાછળ થયેલો ખર્ચ, વળતર ન મળતાં કંપની ભયંકર આર્થિક ભીંસમાં પડી જશે. આથી ટ્રમ્પે કોઈ માર્ગ કાઢવો જ પડશે તેમ ચીન માને છે. જે સત્ય પણ છે. સ્પેરપાર્ટસ પણ પડયા રહેશે. આમ ચીને ખરેખર નાક દબાવ્યું છે.