દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના દાવા વચ્ચે પાકિસ્તાની પત્રકાર આરજૂ કાઝમી થઇ રહી છે વાયરલ
નવી મુંબઇ,તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં દાઉદને કોઇએ ઝેર આપતા તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્યાં તેની તબિયત નાજુક છે. જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ આધારભૂત સમાચાર મળી શક્યા નથી. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પછી પાકિસ્તાનના કેટલાક શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
આ દરમિયાન પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીનો એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટના અંગે પાકિસ્તાન કે કોઈ મીડિયા એજન્સીએ કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ આરઝૂ કાઝમી કહી રહી છે કે ‘ઈન્ટરનેટ બંધ થવાને કારણે કોઈ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકતું નથી. કોઈ આ સમાચાર જોવા પણ સક્ષમ નથી. સાંભળ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. તેમની તબિયત લથડી ગઈ છે. તેથી તેમને કરાચીની એક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ છે પણ તે સાચા છે કે ખોટા તેની મને જાણ નથી. તમે લોકો જાણો છો કે જો કોઈ આ બાબતમાં કોઈનું નામ લેશે કે તેની ખરાઈ ચકાસવાનો પ્રયાસ કરે છે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે. ’
આરઝૂ કાઝમી પાકિસ્તાનની હિંમતવાન પત્રકાર છે. તે હંમેશા કોઈ ડર વિના દરેક મુદ્દે પોતાના અભિપ્રાય આપે છે.
દાઉદ સાથે જોડાયેલી 10 ખાસ વાતો
- 1993ના મુંબઈ આતંકવાદી હુમલાનો સૌથી મોટો ગુનેગાર
- ગેંગસ્ટર શબીર ઈબ્રાહિમ કાસકર મોટો ભાઈ હતો.
- અલકાયદા અને લશ્કર સાથે પણ તેના સંબંધો હતા.
- છોટા રાજનને એક સમયે તેનો રાઇટ હેન્ડ કહેવાતો હતો
- FBIની વિશ્વની ટોચની 10 વોન્ટેડ લિસ્ટમાં નંબર-3 પર
- હવાલાના તમામ મોટા ધંધામાં તેનો હાથ હતો
- બોલિવૂડના નિર્માતાઓ અને સેલિબ્રિટીઓ પાસેથી ખંડણી