Get The App

અમેરિકાનો 'ખાલિસ્તાની પન્નુ' પ્રત્યેનો પ્રેમ ફરી છલકાયો, કહ્યું - હાઈ લેવલ સુધી મામલો ઊઠાવીશું

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
અમેરિકાનો 'ખાલિસ્તાની પન્નુ' પ્રત્યેનો પ્રેમ ફરી છલકાયો, કહ્યું - હાઈ લેવલ સુધી મામલો ઊઠાવીશું 1 - image


Image: Facebook

Gurpatwant Singh Pannun Case: અમેરિકાએ એક વાર ફરીથી ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂનો રાગ આલાપ્યો છે. અમેરિકાએ કહ્યું કે તે પન્નૂની હત્યાના સંબંધમાં ચાલી રહેલી તપાસમાં ભારત સરકાર પાસે જવાબદારીની આશા કરે છે. અમેરિકી વિદેશ વિભાગે સ્પષ્ટ કહ્યું કે આ મામલાને અમેરિકા હાઈ લેવલ પર ભારત સરકારની સામે પોતાની ચિંતાઓને ઉઠાવતું રહેશે. ગુરુપતવંત પન્નૂની હત્યાના પ્રયત્નને લઈને ભારતમાં તપાસ ચાલી રહી છે. અમેરિકાએ પોતાના એજન્ટ દ્વારા પન્નૂની હત્યા કરાવવાનો આરોપ ભારત પર લગાવ્યો છે.

અમે ભારત સાથે પોતાની ચિંતાઓને ઉઠાવતાં રહીશું- અમેરિકા

વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું, 'અમે અમેરિકી ધરતી પર એક અમેરિકી નાગરિકની હત્યાના અસફળ પ્રયત્ન પર એક ભારતીય સરકારી કર્મચારીની કથિત ભૂમિકાના સંબંધમાં ભારત સરકાર પાસે જવાબદારીની આશા કરીએ છીએ, અમે હાઈલેવલ પર સીધા ભારત સરકાર સાથે પોતાની ચિંતાઓને ઉઠાવતાં રહેશે.

કેનેડામાં થયેલા હત્યાના પ્રયત્ન પર અમેરિકાનું નિવેદન

નાયબ પ્રવક્તા વેદાંત પટેલને કેનેડામાં પણ થયેલા ગુરુપતવંત પન્નૂની હત્યાના પ્રયત્ન વિશે જ્યારે પૂછ્યું તો તેમણે કહ્યું, 'કેનેડાથી જે ખબર આવી છે, હું તમને કેનેડેયિન સરકાર પાસે તે મુદ્દા પર ટિપ્પણી કરવા માટે કહીશ. આ ઘટના કેનેડાના અધિકાર વિસ્તારમાં થઈ છે.'

ભારતે પન્નૂને આતંકવાદી જાહેર કર્યો છે

ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ગુરપતવંત પન્નૂની કથિત અસફળ હત્યાના કાવતરામાં સામેલ થવાનો આરોપ છે. ભારતે ખાલિસ્તાનને સમર્થન કરનાર ગુરપતવંત સિંહ પન્નૂને આતંકવાદી જાહેર કર્યો છે.

પન્નૂની પાસે અમેરિકાની સાથે કેનેડિયન નાગરિકતા

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આરોપ લગાવ્યો કે 52 વર્ષના નિખિલ ગુપ્તા ભારત સરકારના સહયોગી છે અને તેમણે અન્ય લોકોની સાથે મળીને ન્યૂયોર્કમાં પન્નૂની હત્યાનું કાવતરું રચવામાં મદદ કરી હતી. પન્નૂની પાસે અમેરિકાની સાથે કેનેડિયન નાગરિકતા છે.


Google NewsGoogle News