Get The App

વિશ્વની ટોચની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી કંપનીઓમાં અમેરિકાની એપલ પ્રથમ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
વિશ્વની ટોચની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી કંપનીઓમાં અમેરિકાની એપલ પ્રથમ 1 - image


- એપલની બ્રાન્ડ વેલ્યુ 516 અબજ ડોલર : બીજા ક્રમે માઇક્રોસોફ્ટ

- વિશ્વની ટોચની 100 બ્રાન્ડમાં ભારતમાંથી એકમાત્ર ટાટાનો સમાવેશ

- અમેરિકાની 51 અને બીજા ક્રમે ચીનની 19 બ્રાન્ડ : 17 બ્રાન્ડ સાથે રીટેઇલ બ્રાન્ડ મોખરે

અમદાવાદ : 'બ્રાન્ડ ફાઈનાન્સ રિસર્ચ' દ્વારા વિશ્વની ટોચની કંપનીની બ્રાન્ડ વેલ્યુનો આંક કાઢવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ આંક કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશનનો કે રેવન્યુનો આંક નથી પણ કોર્પોરેટ સ્ટ્રેટેજીના નિષ્ણાતોએ વિકસાવેલ પધ્ધતિથી વેલ્યુ નક્કી થઇ છે જેમા કંપનીના નફા, માર્કેટ કેપિટલાઇઝેશનમાં બ્રાન્ડના નામનું મહત્ત્વ કેટલા ડોલરનું છે તે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.

ટોપ ટેનમાં અમેરિકાની એપલ કંપની ૫૧૬ અબજ સાથે ટોપ પર છે. ટોચની ૧૦માંથી ૬ અમેરિકાની, બે ચીનની એક કોરિયા અને એક જર્મનીની છે. ટેસ્લા આશ્ચર્યજનક રીતે વિશ્વમાં ૧૮માં ક્રમે ધકેલાઈ છે. તેની સામે મર્સિડિઝ બેન્ઝ ૧૭મા ક્રમે છે. ગયા વર્ષે એપલની બ્રાન્ડ વેલ્યુ ૨૧૭ અબજ ડોલર હતી. ટેસ્લા કરતા સસ્તી છતા જાણીતી કંપનીઓની ઇલેક્ટ્રિક કાર ગ્રાહકો ખરીદી રહ્યા છે તેના લીધે બ્રાન્ડ વેલ્યુ તેની ઘટી છે.

એકથી ૧૦૦ના ક્રમમાં ભારતની એકમાત્ર ટાટા કંપનીને જ સ્થાન મળ્યું છે.

બ્રાન્ડ વેલ્યુની રીતે ટોચની ૧૦૦ કંપનીઓમાં રીટેઇલ ૧૭, ટેકનોલોજી અને સર્વિસિસની ૧૭, બેકિંગ ઇન્સ્યોરન્સ ૧૪, એનર્જી એન્ડ યુટિલિટિઝ ૧૨, ઓટોમોબાઈલ ૧૦, ટેલિકોમ ૯, મીડિયા ૯, ફૂડ એન્ડ બેવરેજિસ ૮, હેલ્થ કેર સર્વિસિસ ૪ કંપનીઓ છે. આના પરથી રોકાણ અને ધંધાનો સ્કોપનો પણ અંદાજ આવે.

અમેરિકાની ટોપ બ્રાન્ડસની કુલ વર્થ ૩.૨ ટ્રીલિયન ડોલર છે. તે પછી ચીન ૮૨૧ અબજ ડોલર અને જર્મની ૩૪૭ અબજ ડોલરે આવે છે.

એવુ મનાય છે કે આવતા વર્ષે એ.આઈ.પ્રોડક્ટ અને કંપનીઓ બહાર આવશે તે પછી ક્રમમાં ઉથલપાથલ થઇ શકે.

ટોચની ૧૦૦માંથી ૫૧ યુ.એસ.ની ચીનની ૧૯, જર્મનીની ૮, જાપાનની ૬, સાઉથ કોરિયાની ૪ મુખ્ય છે. ટાટા ૨૮ અબજ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતની એકમાત્ર બ્રાન્ડ છે.

બ્રાન્ડ વેલ્યુની રીતે ટોપ ટ્વેન્ટી બ્રાન્ડ

રેન્ક

કંપની

ડોલરમાં વેલ્યુ

દેશ

એપલ

૫૧૬ અબજ

અમેરિકા

માઇક્રોસોફ્ટ

૩૪૦ અબજ

અમેરિકા

ગુગલ

૩૩૩ અબજ

અમેરિકા

એમેઝોન

૩૦૮ અબજ

અમેરિકા

સેમસંગ

૯૯ અબજ

દ.કોરિયા

વોલમાર્ટ

૯૭ અબજ

અમેરિકા

ટીકટોક

૮૪ અબજ

ચીન

ફેસબુક

૭૫ અબજ

અમેરિકા

ડોચ ટેલિકોમ

૭૩ અબજ

જર્મની

૧૦

આઈસીબીસી

૭૧ અબજ

ચીન


* (૧૧) વેરીઝોન (અમેરિકા), (૧૨) સ્ટેટ ગ્રીડ (ચીન), (૧૩) ઇન્સ્ટાગ્રામ (અમેરિકા), (૧૪) ચાઈના કન્સ્ટ્રકશન બેંક (ચીન), (૧૫) સ્ટારબક્સ (યુ.એસ.), (૧૬) એગ્રીકલચર બેંક (ચીન), (૧૭) મર્સીડિઝ (જર્મની), (૧૮) ટેસ્લા (અમેરિકા), (૧૯) ઓરેકલ (અમેરિકા), (૨૦) હોમડેપોટ (યુએસ.)


Google NewsGoogle News