નિર્દોષ નાગરિકોની હત્યા પર કરવો જોઈએ ગુસ્સો', હમાસ પર કાર્યવાહીનું ઓબામાએ કર્યું સમર્થન

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
નિર્દોષ નાગરિકોની હત્યા પર કરવો જોઈએ ગુસ્સો', હમાસ પર કાર્યવાહીનું ઓબામાએ કર્યું સમર્થન 1 - image


Image Source: Twitter

- આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,600 લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી, તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર

આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકો માર્યા ગયા છે. આ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈઝરાયેલ વિરુદ્ધ હમાસના આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે.

બંધક બનાવવામાં આવેલા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના

ઓબામાએ સોશિયલ મીડિયા X પર કહ્યું કે, તમામા અમેરીકીઓએ ઈઝરાયેલ પર થયેલ આતંકવાદી હુમલો અને નિર્દોષ નાગરિકોની હત્યાથી ભયભીત અને ક્રોધિત હોવું જોઈએ. અમે મૃતકો માટે શોક વ્યક્ત કરીએ છીએ અને આ સાથે જ બંધક બનાવવામાં આવેલા લોકોની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. ઓબામાએ આગળ કહ્યું કે, હમાસને નષ્ટ કરવા માટે અમારા સહયોગી ઈઝરાયેલની સાથે ઊભા છે.

ઈઝરાયેલના અધિકારનું સમર્થન

ઓબામાએ કહ્યું કે, અમે આતંકવાદ સાથે લડવાના ઈઝરાયેલના અધિકારનું સમર્થન કરીએ છીએ. આપણે ઈઝારાયેલ અને પેલેસ્ટિનિયનો માટે સમાનરૂપે ન્યાય સંગત અને સ્થાયી શાંતિ માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. 

હમાસે આપી ધમકી

આ વચ્ચે હવે હમાસે ઈઝરાયેલથી બંધક બનાવેલા નાગરિકો અને સૈનિકોને મારી નાખવાની ધમકી આપી છે. હમાસના હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે ગાઝા પટ્ટીને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે અને ખોરાક અને પાણીની સપ્લાય બંધ કરી દીધી છે જેના કારણે હમાસ બોખલાઈ ગયુ છે. બંને પક્ષો તરફથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,600 લોકોએ જીવ ગુમાવી દીધા છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને નષ્ટ કરી નાખવાની ચેતવણી આપી છે. સરકાર કથિત રીતે ત્રણ લાખ સૈનિકોને એકત્ર કરી રહી છે.


Google NewsGoogle News