Get The App

અમેરિકામાં અનેક રહસ્યમયી ડ્રોન દેખાતા ખળભળાટ, ટ્રમ્પ બાઈડેન પર વિફર્યા

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં અનેક રહસ્યમયી ડ્રોન દેખાતા ખળભળાટ, ટ્રમ્પ બાઈડેન પર વિફર્યા 1 - image


Mysterious Drone Spotted in US: અમેરિકાના ન્યૂ જર્સીમાં મોડી રાત્રે આકાશમાં રહસ્યમયી ડ્રોન દેખાતા હોબાળો થઈ ગયો હતો. ડ્રોન દેખાયા બાદ આખા અમેરિકામાં હલચલ થઈ ગઈ હતી. સેંકડો રહસ્યમયી ડ્રોન દેખાયા બાદ લોકોએ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બાદમાં ન્યૂયોર્ક, પેન્સિલ્વેનિયા અને મેરીલેન્ડમાં પણ ડ્રોન દેખાયાની ખબર સામે આવી. ત્યારબાદ ખુદ નવનિયુક્ત ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. રહસ્યમયી ડ્રોન દેખાતા ઘણાં લોકોના મનમાં અનેક સવાલ ઊભા થયા હતાં.

ટ્રમ્પે બાઇડેન સરકાર પર સાધ્યું નિશાન

રહસ્યમયી ડ્રોનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે તો સીધું બાઇડેન સરકાર પર જ નિશાનો સાધ્યો હતો. સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર પોસ્ટ પણ કરી. તેઓએ પોસ્ટ કરતા લખ્યું, 'આખા દેશમાં રહસ્યમયી ડ્રોન દેખાવાની ખબર. શું આ ખરેખર આપણી સરકારની જાણકારી વિના થઈ શકે છે? મને નથી લાગતું! લોકોને અત્યારે જ જણાવો. નહીંતર, અત્યારે જ તેને પાડી દો!!!'

આ પણ વાંચોઃ 18 હજાર ભારતીયોને ઘરભેગા કરશે ટ્રમ્પ, મોટાભાગના ગુજરાતી: ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર

જોકે, વ્હાઇટ હાઉસની તરફથી પણ આકાશમાં ઉડી રહેલા રહસ્યમયી ડ્રોનને લઈને વ્હાઇટ હાઉસની વધતી ચિંતાઓ છતાં, વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું કે, 'હોમલેન્ડ સુરક્ષા વિભાગ, FBI અને રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ કોઈપણ કથિત રહસ્યમયી ડ્રોન દેખાવલાની પુષ્ટિ કરવામાં સક્ષમ નથી.' મળતી માહિતી મુજબ, અમેરિકન સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે, 'હાલ ન્યૂ જર્સી અથવા ન્યૂયોર્કમાં અથવા તેની આસપાસ કોઈ ડ્રોન સંચાલિત નથી થઈ રહ્યાં.' 

ફક્ત ન્યૂ જર્સીમાં જોવા મળ્યા 79 ડ્રોન

ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે પોતાના X પર પોસ્ટ કરીને કહ્યું કે, તેમને જાણ છે કે, ન્યૂયોર્કના લોકોએ આ અઠવાડિયે ડ્રોન જોયા છે. હાલ, આ વાતના કોઈ પુરાવુા નથી કે, ડ્રોન સાર્વજનિક સુરક્ષા અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે. 

આ પણ વાંચોઃ 'અમેરિકા-યુરોપની યાત્રા જોખમી સાબિત થશે...' રશિયાએ તેના નાગરિકોને કેમ ચેતવણી આપી?

આ નિવેદન એવા સમયે સામે આવ્યું કે, જ્યારે ન્યૂ જર્સીમાં ડઝથી પણ વધારે ડ્રોન કેમેરા કેદ થયા છે અને સુરક્ષા તેમજ પ્રાઇવેસીને લઈને ચિંતાઓ સતત વધી રહી છે. ડ્રોન દેખાવાની જાણકારી આપનાર વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાત્રે ફક્ત ન્યૂ જર્સીમાં જ 79 ડ્રોન જોવા મળ્યા હતાં.


Google NewsGoogle News