અમેરિકાએ ભારત સાથે રમી 'ડબલ ગેમ', નિજ્જરની હત્યા મામલે તેણે જ કેનેડાને આપી હતી ગુપ્ત માહિતી?

હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે મોટો ખુલાસો

ન્યુયોર્ક ટાઈમ્સ નામના અખબારે કર્યો મોટો દાવો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
અમેરિકાએ ભારત સાથે રમી 'ડબલ ગેમ', નિજ્જરની હત્યા મામલે તેણે જ કેનેડાને આપી હતી ગુપ્ત માહિતી? 1 - image

હરદીપ સિંહ નિજ્જર (hardip singh nijjar) ની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. અમેરિકાના એક મોટા અખબાર ધ ન્યુયોર્ક ટાઈમ્સે (The New York Times) દાવો કર્યો છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીએ જ કેનેડાને ગુપ્ત માહિતી દ્વારા ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાની ગુપ્ત માહિતી આપી હતી. જોકે આ દાવાની સાથે જ અમેરિકાની ડબલ ગેમ ઉઘાડી પડી ગઈ છે. અમેરિકા આ વિવાદની શરૂઆતથી ભારતની પડખે હોવાનો દાવો કરતો આવ્યો છે. 

કેનેડાએ ભારત પર લગાવ્યો હતો આરોપ 

ઉલ્લેખનીય છે કે નિજ્જરની હત્યા વાનકુવરમાં કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ ભારત પર લાગ્યો છે. કેનેડાના પીએમ ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ નિજ્જરની હત્યા કરી હતી. આ મામલે ટ્રુડોએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું અને તેના બાદથી જ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ (canada India Controversy) વકર્યો હતો. 

અમેરિકાએ કેનેડાને આપી માહિતી પણ... 

ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સહયોગી અધિકારીઓનું કહેવું છે કે અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીએ નિજ્જરની હત્યા મામલે કેનેડાને માહિતી પૂરી પાડી હતી અને નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો પરંતુ કેનેડાએ આ માહિતી પર વિશ્વાસ કરતાં પહેલાં પોતાની રીતે તપાસ હાથ ધરી હતી અને પછી જ ભારત સામે આરોપો લગાવ્યા હતા. કેનેડા દ્વારા આ મામલે ગંભીરતા દાખવવામાં આવી હતી. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News