Get The App

અમેરિકન પ્રમુખ જો બાઈડનનો પુત્ર ડ્રગ્સ લેવાના મામલામાં દોષિત, પૂર્વ પ્રેમિકાએ જ આપી જુબાની

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
અમેરિકન પ્રમુખ જો બાઈડનનો પુત્ર ડ્રગ્સ લેવાના મામલામાં દોષિત, પૂર્વ પ્રેમિકાએ જ આપી જુબાની 1 - image

Hunter Biden Guilty : અમેરિકન પ્રમુખ જો બાઈડનને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે અમેરિકન પ્રમુખના પુત્ર હંટર બાઈડનને ડ્રગ્સ મામલામાં દોષિત ઠેરવ્યો છે. હવે તેને 120 દિવસમાં સજા સંભાળાવાઈ શકાય છે. હંટરને અમેરિકન કાયદા અનુસાર 25 વર્ષ સુધી સજા થઇ શકે છે. અન્ય એક કેસમાં હન્ટર પર બંદૂકના લાયસન્સ માટે અરજી કરતી વખતે તેના ડ્રગ એડિક્શન વિશેની માહિતી છુપાવવાનો આરોપ છે. આ કેસમાં પણ હંટરને દોષિત ઠેરવાયો છે. અમરિકાના ઈતિહાસમાં પહેલીવાર બનશે કે જ્યારે કોઈ સીટિંગ પ્રમુખના પુત્રને કોર્ટે દોષિત ઠેરવ્યો હોય.

હંટર પર શું આરોપો લાગ્યા છે?

ઓક્ટોબર 2018માં હંટરે કોલ્ટ કોબ્રા રિવોલ્વર ખરીદતી વખતે સાચી માહિતી આપી ન હતી. તે સમયે હંટરને ડ્રગ્સ લેવાની આદત હતી અને નિયમિત રીતે નશીલી દવાઓનું સેવન પણ કરતો હતો. તેણે રિવોલ્વર ખરીદતી વખતે ડોક્યુમેન્ટ્માં ખોટી જાણકારી આપી હતી. બીજો આરોપ એ પણ છે કે જયારે હંટર નશીલા પદાર્થોનું સેવન કરતો હતો અને છતાં તેની પાસે રિવોલ્વર હતી. અમેરિકન કાયદા મુજબ બંદૂક ખરીદતી વખતે નશીલા પદાર્થોનું સેવન વિશે માહિતી આપવી જરૂરી છે.

પૂર્વ પ્રેમિકાએ જ કોર્ટમાં જુબાની આપી 

હંટર બાઈડનની પૂર્વ પ્રેમિકા હેલીએ કોર્ટમાં ગવાહી આપતા જણાવ્યું હતું કે જયારે તેણે હંટરની કારની તપાસ કરી ત્યારે એક બંદૂક મળી હતી. એ બંદૂક જોઈ ને તે ડરી ગઈ હતી. તેણે હંટરને ડ્રગ્સ લેતા પણ પકડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ‘હંટરના કારણે મને પણ ડ્રગ્સની લત લાગી ગઈ હતી.’ જો કે હેલીએ 2018માં ડ્રગ્સ લેવાનું બંધ કરી દીધું હતું. ભાઈના મૃત્યુ બાદ હંટરને કોકેઇનની લત લાગી ગઈ હતી. આ લત છોડવા માટે એક વર્ષ સુધી સારવાર લેવી પડી હતી.

હું રાષ્ટ્રપ્રમુખ હોવાની સાથે પિતા પણ છુંઃ બાઈડેન 

પુત્રને દોષિત ઠેરવ્યા પછી બાઈડને નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘હું ન્યાયિક પ્રક્રિયાનું સન્માન કરું છું. હું રાષ્ટ્રપ્રમુખ ઉપરાંત એક પિતા પણ છું. ઘણાં પરિવારોના પ્રિયજનો નશીલા પદાર્થોના વ્યસન સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ સમજી શકે છે કે નશાની લતથી બહાર આવવું કેટલું મુશ્કેલીભર્યું છે.’


Google NewsGoogle News