Get The App

બાંગ્લાદેશની નવી સરકારને ભારત સામે પડવું ભારે પડ્યું! યૂનુસ સરકાર વિરુદ્ધ ટ્રમ્પે કરી કડક કાર્યવાહી

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
બાંગ્લાદેશની નવી સરકારને ભારત સામે પડવું ભારે પડ્યું! યૂનુસ સરકાર વિરુદ્ધ ટ્રમ્પે કરી કડક કાર્યવાહી 1 - image


US-Bangladesh Relations : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ (American President Donald Trump) બન્યા બાદ ભારત-અમેરિકાની ગાઢ મિત્રતા જોવા મળી રહી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. વાસ્તવમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં શેખ હસીને ઉથલાવી સત્તા પર કબજે કરનાર મોહમ્મદ યૂનુસ (Muhammad Yunus) સરકાર ભારત વિરુદ્ધ અનેક નિર્ણયો લઈ ચુક્યા છે. જોકે યૂનુસ સરકારે ભારત સામે પડવું ભારે પડ્યું હોય તેવી વાત સામે આવી છે. વાસ્તવમાં ટ્રમ્પે યૂનુસ સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને કરાતી તમામ સહાય પર તાત્કાલીક પ્રતિબંધ લાદી દીધો છે. 

બાંગ્લાદેશની નવી સરકારને ભારત સામે પડવું ભારે પડ્યું! યૂનુસ સરકાર વિરુદ્ધ ટ્રમ્પે કરી કડક કાર્યવાહી 2 - image

અમેરિકાએ બાંગ્લાદેશને અપાતી તમામ સહાય બંધ કરી

USAIDના પત્રમાં ટ્રમ્પના આદેશનો ઉલ્લેખ કરાયો છે. તેમાં USAID/બાંગ્લાદેશ કોન્ટ્રાક્ટ, વર્ક ઓર્ડર, ગ્રાન્ટ, કોઑપરેટિવ એગ્રીમેન્ટ, અન્ય સહાય અથવા સંપાદન સાધન હેઠળ કોઈપણ કાર્ય તાત્કાલિક બંધ અથવા સ્થગિત કરવાનો આદેશ અપાયો છે.

ટ્રમ્પે અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સહાય અટકાવી

અમેરિકામાં સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક કડક નિર્ણયો કરી રહ્યા છે. તેમણે અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપાતી આર્થિક સહાયતા 90 દિવસ માટે અટકાવી દીધી છે. તેમણે થોડા દિવસે પહેલા યુક્રેનને અપાતી સહાય બંધ કરી દીધી હતી. અમેરિકામાં જ્યારે બાઈડેનની સહકાર હતી, ત્યારે રશિયા વિરુદ્ધના યુદ્ધમાં યુક્રેનને ઘણી સહાય કરાતી હતી, જેને ટ્રમ્પ સરકારે સત્તામાં આવતા જ બંધ કરી દીધી છે.


Google NewsGoogle News