ચૂંટણી બાદ 'કંગાળ' થયા કમલા હેરિસ! મદદ માટે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જુઓ શું કર્યું
Donald Trump Ask Help For Kamala Harris: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી બાદ પોતાના સમર્થકો પાસે મદદ માગી છે. ટ્રમ્પે સર્થકોને ડેમોક્રેટ્સને દાન આપવા માટે આગ્રહ કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટ્રમ્પે કહ્યું કે, ડેમોક્રેટ્સ પાસે હવે વધારે ભંડોળ નથી બચ્યું. કમલા હેરિસના ચૂંટણી અભિયાન પર 20 મિલિયન અમેરિકન ડોલરનું દેવું હોવાનો અહેવાલ સામે આવ્યા બાદ ટ્રમ્પે આ વાત કહી હતી.
ચૂંટણી બાદ ડેમોક્રેટ્સની હાલત ખરાબ
પોલિટિકોના કેલિફોર્નિયા બ્યૂરો પ્રમુખ ક્રિસ્ટોફર કેડેલેગોએ કહ્યું, 'કમલા હેરિસનું ચૂંટણી અભિયાન ઓછામાં ઓછા 20 મિલિયન અમેરિકન ડોલરના દેવા સાથે ખતમ થયું. હેરિસે 1 બિલિયન અમેરિકન ડોલરથી વધારે ભેગા કર્યાં અને 16 ઓક્ટોબર સુધી બેન્કમાં 118 મિલિયન અમેરિકન ડોલર હતાં. મને આશ્ચર્ય થાય છે કે ડેમોક્રેટ, જેણે 2020ના રાષ્ટ્ર પ્રમુખ ચૂંટણી સખત મહેનત અને બહાદુરીથી લડી, રેકોર્ડ બ્રેક ભંડોળ ભેગું કર્યું, હવે તેમની પાસે વધારે પૈસા નથી બચ્યા.'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'આ મુશ્કેલ સમયમાં આપણે ડેમોક્રેટ્સની મદદ માટે જે કંઈ કરી શકીએ, તે કરીશું. આપણે એક પાર્ટીના રૂપે અને એકતા બનાવી રાખવા માટે ભંડોળ ભેગુ કરવું જોઈએ.' 60 વર્ષના ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હેરિસ 5 નવેમ્બરે યોજાયેલી ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્ર પ્રમુખના ઉમેદવાર હતાં.
કમલા હેરિસે 2.3 બિલિયન અમેરિકન ડોલર ભેગા કર્યાં
ફેડરલ ચૂંટણી કમિશનના આંકડા અનુસાર, કમલા હેરિસે ચૂંટણી અભિયાન અને તેના સુપર પેક્સના 2.3 બિલિયન અમેરિકન ડોલરનું ભંડોળ ભેગુ કર્યું અને 1.9 બિલિયન અમેરિકન ડોલર ખર્ચ કર્યાં. બીજી બાજુ, ટ્રમ્પની ટીમે 1.8 બિલિયન અમેરિકન ડોલરથી વધારે પૈસા ભેગા કર્યાં અને 1.6 બિલિયન અમેરિકન ડોલર ખર્ચ કર્યાં.
આ પણ વાંચોઃ ઈઝરાયેલ 20 જાન્યુ. પહેલાં ઈરાનને ખતમ કરે : ટ્રમ્પનું અલ્ટીમેટમ
કમલા હેરિસના ચૂંટણી અભિયાનનો ભાગ રહેલા અજય જૈન ભૂટોરિયાએ કહ્યું, 'એક અરબ અમેરિકન ડોલરથી વધારે ધન મેળવ્યા અને ખર્ચ કર્યાં છતાં, કમલા હેરિસનો 2014નો ચૂંટણી અવાજ એ મતદાતાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો જે સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. તે વધતી મોંઘવારી સામે સંઘર્ષ કરી રહેલાં મધ્યમ વર્ગના અમેરિકન વચ્ચે વધી રહેલાં અંતરને દૂર ન કરી શકી.'ૉ
મુખ્ય મતદાતાઓનું ન મળ્યું સમર્થન
અજય જૈને કહ્યું, 'ડેમોક્રેટ્સે અમીર લોકો અને હોલિવૂડનું સમર્થન મેળવ્યું હતું. તેઓએ મુખ્ય મતદાતા સમૂહનું સમર્થન ગુમાવી દીધું. આ સિવાય, હેરિસે અભિયાનમાં પ્રમુખ જાતી સમુદાયના લોકોની વચ્ચે મહત્ત્વપૂર્ણ બદલાવ જોયા. ભારતીય અમેરિકન, એશિયાઈ અમેરિકન અને મુસ્લિમ તેમજ અરબ અમેરિકન, વિશેષ રૂપે પેન્સિલ્વેનિયા અને મિશિગનના લોકોનો આ પાર્ટીથી મોહભંગ થઈ ગયો.'